સાગર તમે છો અને હું સરિતા.

સામાન્ય

(રાગ – પલે પલે તારો જીવન સંદેશો … )

 

સાગર તમે છો અને હું સરિતા, મિલન કાજ તમને પુકારી રહ્યો છું;

છોડી કિનારા અને કંઇક બંધો, મલિનતા ત્યજીને હું આવી ગયો છું.

 

હ્દય શૂન્ય માનવ રચે છે સબંધો, નથી સ્નેહ છાંટોયે દિલમાં સહુનાં;

સગાં તો દિસે પણ વ્હાલાં ન કોઇ, ભૂલી ભાવ ભટકે છે ક્લેવર નકામા;

ધરાને ગગનનાં મિલનને નીહાળી, મિલવાને મુજને હું તડપી રહ્યો છું.       સાગર તમે …

 

થઇ પાન કંટક મને ચુભશે, તો દરદ સાથ ખુશીઓની લહેરો ઉમટશે;

કાંટાની સાથે ફૂલો પણ ખીલે છે, ફૂલોની સુગંધી બધાંનેય મળશે;

બનીશ હું હવાને ફોરમ તમે છો, વહાવાને તમને હું આવી ગયો છું.             સાગર તમે …

 

તમે જો થશો જળ વાદળ બનીશ હું, વાહક બનીને જગતમાં ઘૂમીશું;

નથી માંગણી પણ ધરી લાગણીને, પરસ્પરની વાતો નિરાંતે કરીશું;

ભીની લાગણી કેરાં આંસુની માળો, ચઢવાને તમને હું તલસી રહ્યો છું.       સાગર તમે …

 

શરદ ચંદ્ર થઇને તમે તો ચમકતા, બનીશ ચંદ્રિકા હું તમારો બનીને;

બળેલા હ્દયને ટાઢક દઇને, રિઝવીશ જગતનાં માનવ સમુહને;

ખીલવવા કુસુમને મધુરતા પીવાડી માધુર્ય લેવા હું ઝંખી રહ્યો છું.              સાગર તમે …

 

પાષાણ જેવું હ્દય આજ દેખો, પાણી બનીને છલકવા મથે છે;

થઇ વેગવંતું એ આગળ ધપે છે, મીટાવાને તમમાં ઝંખ્યા કરે છે;

સ્વિકારો નહિં તો જશે એ સુકાઇ, મથામણ હું દિલની તમોને કહું છું.         સાગર તમે …

=== ૐ ===

વૈશાખ સુદ એકાદશી(બીજી), શનિવાર, સં – ૨૦૩૬. તા. ૨૬-૪-૧૯૮૦

(પાવી જેતપુર ભક્તિ ફેરીમાં જબુગામ મુકામે બનાવ્યું)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s