મૂગાં છે કેમ આજે સિંહનાં સંતાન?

સામાન્ય

(રાગ- મારા દાદાને મારા હૃદયનાં પ્રણામ …)

 

મૂગાં છે કેમ આજે સિંહનાં સંતાન?

કેમ ઊંઘે છે આજે ભારતના યુવાન

 

‘જનતા’ ને નામે લબાડી છે ચાલતી;

ભુખ કેરું નામ લઈ ભીખ બધે નાચતી;

સ્વાશ્રયનું આજે ભુલ્યા છે સૌ જ્ઞાન.    કેમ ઉંઘે છે …

 

ભોગમાં ચૂસાતી યુવાની જણાય છે;

બીડીઓની આગ માંહી આશા શેકાય છે;

જીવનના ધ્યેય કેરું ભુલ્યા છે ભાન.    કેમ ઉંઘે છે …

 

સંસ્કૃતિ ધર્મ નામે લજ્જાને પામતા;

વ્યસનોનું ઘર થઈને મોજથી એ માલતા;

ખાવ પીવો જીવો માં સૌ છે ગુલતાન.    કેમ ઉંઘે છે …

 

રામ કૃષ્ણ કેરી જ્યાં ઠેકડી ઉડાય છે;

સીતા ને દ્રૌપદીની હાંસી પણ થાય છે;

યૌવન તો જાણે થયું છે નિષ્પ્રાણ;         કેમ ઉંઘે છે …

 

જુદા જુદા રંગ મહીં યૌવન અટવાય છે;

પામે જો પાંડુરંગ દિશા દેખાય છે;

મડદાં પણ બેઠાં થઈ છેડે છે તાન;         કેમ ઉંઘે છે …

=== ૐ ===

અધિક જેઠ વદ સાતમ સં. ૨૦૩૬ ગુરુવાર તા. ૫-૬-૮૦

(તારીખ પ્રમાણે મારો જન્મદિવસ)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s