ગોવિંદે પાંચજન્ય ફૂંકીયો રે લોલ

સામાન્ય

દુહો –     દુર્યોધન ઠુકરાવતો માધવ કેરાં વેણ

             કેશવ ધારે ચક્રને સમજ્યો ના કો કેણ

 

(રાગ –  જનની ની જોડ સખી નહીં જડે રે લોલ …)

 

ગોવિંદે પાંચજન્ય ફૂંકીયો રે લોલ

    દેવ દત્ત ગર્જે છે સાથ જો              ગોવિંદે …

 

શઠતાનો અંધાપો વ્યાપીયો રે લોલ

    ધૃતરાષ્ટ્રે પાયાં છે ઝેર જો            ગોવિંદે …

 

ધર્મ તણાં ચીર દુષ્ટ પે’ર તારે લોલ

    છેદવાને જુઠાં પડદાય જો             ગોવિંદે …

 

શબ્દોમાં સત્ય બહુ શોધતા રે લોલ

    સમજાવા અર્થે મહીં સત્ય જો       ગોવિંદે …

 

અર્જુનનો ખેદ બધો છેદવા રે લોલ

    બતલાવ્યો વીરતાનો રાહ જો          ગોવિંદે …

 

સંસ્કૃતિના રથને બચાવવા રે લોલ

    સારથીનો લીધો છે વેશ જો            ગોવિંદે …

 

સતિયાઓ સતને ના પેખતાં રે લોલ

    સમજાવા સત્ય તણાં મૂલ જો       ગોવિંદે …

 

દુર્યોધન ધરતી ઘમરોળતો રે લોલ

    હણવાને કીધો હૂંકાર જો               ગોવિંદે …

 

સંસ્કૃતિ ધર્મ તો પુકારતાં રે લોલ

    જગમાં ખોળે છે સાચો વીર જો       ગોવિંદે …

 

અર્જુન થઈ વિશ્વમાં ઝઝુમવું રે લોલ

    દેવદત્ત દેખે છે રાહ જો                  ગોવિંદે …

===ૐ===

કારતક સુદ પાંચમ (લાભ પાંચમ), સં. ૨૦૩૬, ગુરુવાર. તા. ૨૫-૧૦-૭૯.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s