શું જાણે?

સામાન્ય

(રાગ- શબરીનાં બોરને એઠાં કહેનારા …)

 

ઘરમાં બેસી રહેનારાઓ, ભક્તિ ફેરીને શું જાણે?

ખાખર કેરી ખીસકોલી, તો સાકરનું ગળપણ શું જાણે?

 

ભોજન કેરા રસથાળ જમ્યા, ને મીઠાં મીઠાં પાન કર્યાં;

વહેવારો વેઠ ગણી કરતાં, એ પ્રીત ભોજનને શું જાણે?        ઘરમાં …

 

સુખ મેળવવાને બહુ મથતાં, દુ:ખની છાયા નીરખી ડરતાં;

સગવડ અગવડ જોનારાં, અગવડની મસ્તી શું જાણે?         ઘરમાં …

 

તનથી તન તો બહુ આથડતાં, ને સ્વાર્થ તણાં ઝગડા કરતાં;

માનવમાં ઈશ્વર જોવાનું, એ દેહ પૂજારી શું જાણે?               ઘરમાં …

 

વંઠેલું યૌવન શાણું થઈ, ઘર ઘર ઈશનો સંદેશો દે;

રમતાં રમતાં જીવન જીવવું, એ બીડી ફૂંકતા શું જાણે?         ઘરમાં …

 

જપ તપ યાત્રાનો અર્થ ભૂલ્યાં, ભક્તિ માંહેનો ભાવ ભૂલ્યાં;

ભક્તિ ફેરીથી સમજાતી, કૃતિશીલ ભક્તિને શું જાણે?        ઘરમાં …

=== ૐ ===

વૈશાખ વદ પડવો, સં. ૨૦૩૬, ગુરુવાર. તા. ૧-૫-૮૦

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s