તારા આતમને પિછાણ.

સામાન્ય

(રાગ- ઘાડી ઔદુંબરની છાંય નીચે કોણ પેલું જોને …)

 

તારાં આતમને પિછાણ, એની શોધ શોધી જોને;

શોધ શોધી જોને, એનું રુપ જાણી જોને.             તારાં …

 

કો કે તા આતમ મરતો, કો બોલે એ છે હણતો;

એતો  મારેના હણાયે  (૨), એની વાત સમજી જો ને;    તારાં …

 

એ જન્મ મરણથી પર છે, જગમાં કાયમ વિલસે છે;

મરતો દેહ છતાં ન મરતો (૨), એની શાશ્વતતાને જો ને;     તારાં …

 

ફાટયા વાઘા છોડીને, નૂતન વસ્ત્રો કો ધારે;

આતમ બદલે જૂના દેહો (૨), પોતે મરતો ના એ જો ને;     તારાં …

 

અગ્નિથી એ ન બળાયે, પાણીથી એ ન ભીંજાયે;

શસ્ત્રોથી એ ના છેદાયે (૨), વાયુ શોષે ના એ જો ને;     તારાં …

 

ના ઈંન્દ્રીયથી એ સમજાતો, મનથી એ તો ન કળાતો;

વિકારોથી એ ના ખરડાયે (૨), એનો શોક છોડી જો ને;    તારાં …

===ૐ===

તા. ૮-૧૦-૭૯.

Advertisements

3 responses »

  1. ના ઈંન્દ્રીયથી એ સમજાતો, મનથી એ તો ન કળાતો;

    વીકારોથી એ ના ખરડાયે (૨), એનો શોક છોડી જો ને;

    ઉપરની લીટીઓ બરોબર વાંચો. ઈન્દ્રીયથી સમજાય નહીં અને મનથી કળાય નહીં….

  2. મહારાજ..! આભાર- બ્રહ્મજ્ઞાન માટે….! રાજી રહેશો…..અને હરિ ની પ્રસન્નતા કાયમ રહે – એ જ પ્રાર્થના….!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s