અમારાં જ આજે અમોને પીડે છે

સામાન્ય

અમારાં જ આજે અમોને પીડે છે

ખમીસનાં બની સાપ અમને ડસે છે

 

માન્યું કે મિત્રો દુ:ખે સાથ દેશે

સુખે માલતા’તા હવે હુંફ દેશે

જુવો હાથતાળી તમાચો બને છે        અમારાં જ …

 

પરાયા તો સંસ્કૃતિને ધર્મ લુંટતાં

લુંટી મંદિરો થઈ લુંટારા એ ફરતાં

હવે આપણા આ બધુંયે કરે છે        અમારાં જ …

 

પરદેશી ચુસતા હતા દેશને આ

હર્યાં ધન ને દૌલત ને પ્રાણો મનુજનાં

હવે જાન સાથે અમારાં રમે છે        અમારાં જ …

 

પરદેશીઓને અમે બહાર કાઢયા

લુંટારુય સંતોના શરણામાં આવ્યાં

હવે ભદ્રજન ચોર થઈને ફરે છે         અમારાં જ …

 

અમારાં જ નેતા અમોને નડે છે

અમારાં સગાં સામ સામે લડે છે

બધા ધર્મ પંથો ઘણું આથડે છે        અમારાં જ …

 

અમારાં વિકાસે અમારાં જ જલતા

અમારાં  વિનાશે અમારાં મલકતાં

ઘુસી પેટમાં પાય પહોળાં કરે છે         અમારાં જ …

===ૐ===

અધિક જેઠ વદ બારસ, સં. ૨૦૩૬, મંગળવાર. તા. ૧૦-૬-૮૦.

Advertisements

3 responses »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s