મારે સાચાં ખેડુતનાં થઇ જવું રે!

સામાન્ય

(રાગ – સ્વાધ્યાય દ્રષ્ટિ વિધાયક આપતો રે . . . )

 

મારે સાચાં ખેડુતનાં થઇ જવું રે;

    એ તો આખાં જગતનો નાથ . . .         મારે . . .

 

મારાં જીવન ખેતરને ખેડવું રે;

    ઈશની ઇચ્છા મુજબ ખેડાય . . .         મારે . . .

 

મારે દંભનાં ઢેફાં ભાંગવાં રે;

    ધરણી કરવી સરળ ને  સપાટ . . .     મારે . . .

 

મારે ક્રોધનાં જાળાં કાઢવાં રે;

    કરવો ક્ષમા તણો વરસાદ . . .         મારે . . .

 

મારે હિંસાની આગને ઠારવી રે;

    ખીલશે અહિંસા પુષ્પ પરાગ . . .         મારે . . .

 

મારે ગર્વ તણાં કાંટા નિવારવા રે;

    કરવી ગુણ દર્શનની વાડ . . .         મારે . . .

 

મારે સદ્ગુણનાં બીજને ઉગાડવાં રે;

    થાશે ભક્તિનાં રસથી રસાળ . . .     મારે . . .

 

મારે દુર્ગુણનાં ઘાંસને કાઢવું રે;

    ઊગશે સદ્ગુણ બીજ તે બાદ . . .     મારે . . .

=== ૐ ===

અધિક જેઠ વદ તેરસ, સં. ૨૦૩૬, બુધવાર. તા. ૧૧-૬-૧૯૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s