કરણી પ્રમાણે ભરણી.

સામાન્ય

કરણી પ્રમાણે ભરણી એ કુદરતી નિયમ છે;

કેવું થવું છે જગમાં એ ખુદનાં હાથમાં છે.

 

છીનવું બીજાની મિલકત ચોરી ને ખૂન કરતાં;

ને ખુદનાં પેટ કાજે ઈશ્વરથી પણ ન ડરતાં;

અંતે નરકનાં ભાગી થઈને જવું પડે છે . . .            કરણી . . .

 

જગ જીતવાની વાતો કંઇ માનવીઓ કરતાં;

ઈચ્છા પૂરી ન થાય તો જીંદગીમાં રડતાં;

અહીં કેટલાં સિકંદર ખાલી મુઠે મરે છે . . .            કરણી . . .

 

સારાં ને સાચાં કર્મોમાં દુ:ખ બહુ પડે છે;

કોઈ મીરાંને ત્યારે વિષ પણ પીવાં પડે છે;

ત્યારે જ શ્યામ કેરાં અમૃતનાં ઘૂંટ મળે છે . . .        કરણી . . .

 

સારી કૃતિથી જનને ઉપલી ગતિ મળે છે;

સુખ ચાહનાર જનની મધ્યમ સ્થિતિ બને છે;

ને પીડનાર માનવ થઈને અધમ મરે છે . . .        કરણી . . .

        === ૐ ===

Advertisements

2 responses »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s