મૂરખ પ્રાણી

સામાન્ય

અંધારે કાં અટવાતો રે મૂરખ પ્રાણી . . .

 

સૂરજ તો ખૂબ પ્રકાશે ઘુવડ એનાથી ત્રાસે;

એની દુનિયા અંધારી રે . . .                    મૂરખ પ્રાણી . . .

 

હીરાને પથ્થર માન્યાં ને બે કોડીમાં ખોયા;

કુશંકામાં રાજી થાતો રે . . .                    મૂરખ પ્રાણી . . .

 

અજગર જેવો આળસમાં ઉંઘે તું આખાં ભવમાં;

પામ્યાં વિણ ખોયુ આયુ રે . . .                    મૂરખ પ્રાણી . . .

 

મહેનત વિણ સુખો ચાહે ફોગટિયો થઈ તું મ્હાલે;

મરતો ના તેથી જીવતો રે . . .                    મૂરખ પ્રાણી . . .

 

ખાવું પીવું ને ઉંઘવું એ તારી કરમ કહાણી;

ના સુણતો ઇશની વાણી રે . . .                    મૂરખ પ્રાણી . . .

    === ૐ ===

જેઠ સુદ પડવો, સં. ૨૦૩૬, શુક્રવાર. તા. ૧૩-૬-૧૯૮૦

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s