અમોને રસ નથી.

સામાન્ય

કારણ વગરનાં રાજકારણમાં અમોને રસ નથી;

કાગળ તણાં પુષ્પો તણી ખુશ્બો મહીં કંઈ કસ નથી.

 

મતલબને ખાતર આત્મ ગૌરવ વસ્ત્રને ફેંકી ફરે;

બેઆબરૂ એ નગ્ન જીવનમાં અમોને રસ નથી.

 

સ્વાર્થ કાજે મૂષકને ‘હાથી’ કહી સંબોધતા;

એ ખુશામદ ઘેલાં લવારામાં અમોને રસ નથી.

 

વાહ વાહો તાળીઓનાં અભરખાંઓ ખૂબ કરે;

મોટાઈ માટે દોડનારામાં અમોને રસ નથી.

 

મિજલસો મિજબાનીઓ ખાતા ફરે શોધ્યા કરે;

શ્વાન થઈને પેટ ભરતાં માનવોમાં અમોને રસ નથી.

 

“આગે બઢો” કહેનારનાં “પીછે કદમ” છે ઘૂમતાં;

શિયાળવાંનાં શૌર્યો ગીતોમાં અમોને રસ નથી.

 

સ્વાર્પણને નામે સ્વાર્થનું પૂજન જ્યાં નિશ દિન થતું;

એ સ્વાર્થ સાધુનાં દિલાસામાં અમોને રસ નથી.

 

બદનામ તોયે મંદિરો વિદ્યાલયો ઘરમાં વસ્યું;

કંકાસનાં એ દૂતને બોલાવવામાં રસ નથી.

 

ઉધ્ધાર કરશે રાજકારણ ખેરખાં ના માલ છે;

બદનામ તો શુભ નામ દે એ વાતમાં કંઈ રસ નથી.

    === ૐ ===

અષાઢ વસ દસમ, સં – ૨૦૩૬, મંગળવાર. તા. ૫-૮-૧૯૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s