ઓ પાંડુરંગ મારાં હૈયા મહીં આવજો.

સામાન્ય

ઓ પાંડુરંગ મારાં હૈયા મહીં આવજો;

દિલનાં ગરલ હટાવીને ભાવનાથી ભરજો.

 

મુડદાલ જીંદગીમાં મર્દાનગીને ભરતાં;

લાચાર માનવીમાં કર્તુત્વ થઈ છલકતાં;

જીવનનાં કંટકોમાં પુષ્પો તમે ખીલવજો . . .                ઓ પાંડુરંગ . . .

 

ધીમેથી ચાલતાં પણ આ વિશ્વ માપી લીધું;

ને વાત વાતમાં તો અમૃત પીલાવી દિધું;

કંગાલ માંહીં કૌવતનાં જામ પાઈ દેજો . . .                    ઓ પાંડુરંગ . . .

 

ચરણો પડે તમારાં ત્યાં તીર્થધામ થાતાં;

નજરો પડે તમારી માનવ કુસુમ છે ખીલતાં;

વાણીની પુણ્ય ગંગાથી પાપને મીટવજો . . .                ઓ પાંડુરંગ . . .

 

સહવાસ આપનો તો દૂરી જગતની કાઢે;

ને વિશ્વ એકતાનાં દર્શન વળી કરાવે;

ઈશ છત્ર છાંય નીચે બંધુત્વને ખીલવજો. . .                ઓ પાંડુરંગ . . .

    === ૐ ===

અષાઢ સુદ બારસ, સં – ૨૦૩૬, ગુરુવાર. તા. ૨૪-૭-૧૯૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s