“અધુરાં” ભલે પણ મળજો તમોને.

સામાન્ય

( રાગ – પલે પલે તારો જીવન સંદેશો . . . )

 

“અધુરાં” ભલે પણ મળજો તમોને;

    “પૂરાં” એ તમારાં સંગે બને છે.

ખામી ભરેલાં આવે જો પાસે;

    ખૂબીઓ ખીલે છે ને ખુશાલી વહે છે.

 

કહે લોકો ગુંડા દુરાચારી જેને, દુષ્ટો કહીને એ છેટા રહે છે;

તમારાં ચરણમાં લઈ સ્થાન પાપી, બની પુણ્યશાળી એ મલકી રહે છે. . .            અધુરાં. . .

 

નથી જ્ઞાન છાંટો ન સમજણ કશાંની, કહે મુર્ખ લોકો હાંસી કરે છે;

તમારાં શરણમાં વસીને એ માનવ, પ્રભુ કેરી વાણી ઘર ઘર વદે છે. . .            અધુરાં. . .

 

એકાકી જન તો વિરક્તિને ચાળે, જગતથી વિખુટાં પડીને રહે છે,

તમારાં વચનો તો જાદુ છે એવો, સૃષ્ટિ સકળમાં પ્રભુને જુવે છે. . .                અધુરાં. . .

 

હજારો કિતાબોને મગજમાં રમાડે, બહુ બોલકાં થઈને બોલ્યાં કરે છે;

તમારાં વિચારો હૃદય બુદ્ધિમાં જઈ, દિશા શૂન્ય માનવને મંજિલ ચીંધે છે. . .        અધુરાં. . .

 

યુવાની તો આખા જગતને ડરાવે, ચિંતાથી વૃદ્ધોનાં નયન દદડે છે;

તમારાં ઇશારે બની શાંત એ તો, ક્રાંતિનો દીપક બનીને જલે છે. . .                અધુરાં. . .

 

હૃદય તો અમારું તમોને દિધું છે, ને મસ્તક ચરણમાં જઈને વસ્યું છે;

બનાવી તમારાં અમોને સ્વિકારો, પાંડુરંગ રંગે રંગી જવું છે. . .                અધુરાં. . .

        === ૐ ===

શ્રાવણ વદ એકાદશી, સં. ૨૦૩૬, શુક્રવાર. તા. ૫-૯-૧૯૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s