આશ્ચર્ય તો એ વાતનું મુજને હંમેશા થાય છે.

સામાન્ય

આશ્ચર્ય તો એ વાતનું મુજને હંમેશા થાય છે;

ઊંચે ચઢેલાંનું કદીક આવું પતન પણ થાય છે;

ગીધ તો ઊંચે ચઢીને વ્યોમને ચુંબન કરે છે;

તે માંસના ટૂકડાને જોતાં ભોંય પર પછડાય છે.

 

સિદ્ધ પણ સિદ્ધાંત કેરી નાવમાં સફરે જતાં;

પણ મોહનાં ખડકો થકી નૈયા મહીં છિદ્રો થતાં;

ને વાસનાનાં વમળમાં ભરવાઈ ડુબતાં જાય છે.                        આશ્ચર્ય . . .

 

ચળકાટ કીર્તિનાં કળશનો ભલભલાને આંજતો;

ને ગર્વની સીડીએ ચઢાવી આભમાંથી ફેંકતો;

જાણનારા પણ અહીં આવાં ગોથાં ખાય છે.                              આશ્ચર્ય . . .

 

હાથનો છે મેલ લક્ષ્મી એમ જેકો બોલતાં;

એજ તો એનાં ચરણનાં દાસ થઈ આળોટતાં;

છળકપટથી આત્મગૌરવનું દફન પણ થાય છે.                        આશ્ચર્ય . . .

        === ૐ ===

ભાદરવા વસ અમાસ, સં. ૨૦૩૬, બુધવાર. તા. ૮-૧૦-૧૯૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s