યૌવન કાં ઘરડું થઈ આમ તેમ ભટકે છે.

સામાન્ય

યૌવન કાં ઘરડું થઈ આમ તેમ ભટકે છે;

આશાનાં ખંડેરોમાં જઈને રખડે છે.

 

શોણિત છે વહેતું પણ એમાં ધબકાર ના;

હૈયું તો ફફડે છે એમાં પડકાર ના;

પૌરુષનાં ઝરણાંઓ નિર્બળ થઈ દોડે છે. . .                   યૌવન . . .

 

જીંદગીને “અડધી ગઈ” કરીને રડાવતું;

મસ્તીને સુસ્તીનો દારુ પીવડાવતું;

ઊર્મિની જ્યોતિને એ તો બુઝવે છે. . .                            યૌવન . . .

 

આવે છે યુવાની એનું તો જ્ઞાન નહીં;

સમજાતું યૌવન જો ત્યારે તે હોય નહીં;

ખીલતી જવાનીને એ તો મુંઝવે છે. . .                             યૌવન . . .

 

ઝરણાંનું યૌવન છે દોડવું ને ભાગવું;

વૃક્ષ મહીં પુષ્પો થઈ વિશ્વ મહીં મહેકવું;

ગગને એ ઈન્દ્રધનુ થઈ થઈ ને શોભે છે. . .                    યૌવન . . .

 

સિંહ મહીં ત્રાડ બની એ તો છે ગર્જતું;

હાથીમાં શક્તિનાં રુપે એ છલકતું;

માનવમાં શાને એ ઘરડું થઈ જીવે છે. . .                        યૌવન . . .

    === ૐ ===

ભાદરવા વદ, સં. ૨૦૩૬, મંગળવાર. તા. ૩૦-૯-૧૯૮૦.

Advertisements

3 responses »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s