જય તરુવર દેવા.

સામાન્ય

જય તરુવર દેવા, પ્રભુ જય તરુવર દેવા;

જગનું હિત કરવાને, પ્રગટ્યા સુખ દેવા. . .               જય તરુવર દેવા. . .

 

બીજ થકી પ્રગટીને, ગગને છો વાવ્યાં. . .                પ્રભુ. . .

શૂન્ય થકી બ્રહ્માંડો, જાણે સર્જાયા. . .                    જય તરુવર દેવા. . .

 

પાન ખરે સુકાતાં, તોય ન દુ:ખ ધરતાં. . .                પ્રભુ. . .

વસંતમાં ખીલ્યાં પણ, ગર્વ ન દિલ ધરતાં. . .            જય તરુવર દેવા. . .

 

પશુ પક્ષીને માનવ, તમ છાંયે વસતાં. . .                પ્રભુ. . .

તમ છાયામાં ઋષિઓ, ઈશ દર્શન કરતાં. . .            જય તરુવર દેવા. . .

 

પુષ્પ ખીલાવી ફોરમ, જગને છો ધરતાં. . .                પ્રભુ. . .

ફળનાં દાન થઈને, ક્ષુધા સકળ હરતાં. . .                જય તરુવર દેવા. . .

 

ગીતાનાં દૈવી ગુણોનું, મૂર્ત સ્વરુપ પોતે. . .                પ્રભુ. . .

યોગેશ્વર પણ કહેતાં, વિભૂતિ બહુ પ્રીતે. . .                જય તરુવર દેવા. . .

 

દીન જનોનાં હૈયાં, સૌરભથી ભરતાં. . .                    પ્રભુ. .  .

જે કો આવે શરણે, સંતાપો હરતાં. . .                        જય તરુવર દેવા. . .

    === ૐ ===

આસો સુદ દશમ, વિજયાદશમી, સં. ૨૦૩૬, રવિવાર. તા. ૧૯-૧૦-૧૯૮૦

સ્વામિનારાયણ મંદિર, દાદર, મુંબઈ. સવારે ૭:૪૫.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s