નાનકડાં હાથોથી હું તો ઈશનાં કામો કરવાનો.

સામાન્ય

નાનકડાં હાથોથી હું તો ઈશનાં કામો કરવાનો;

નાનકડાં ડગલાં માંડીને ઈશનાં ધામો ફરવાનો.

 

પહેલો પથ્થર પ્રભુનાં મંદિરનો મારે થઈ જાવું છે;

મૂર્તિની બેઠક થઈ જઈને મનમાં બહુ મલકાવું છે;

નાની નાની આંગળીઓથી ઈશનું મંદિર રચવાનો. . .               નાનકડાં. . .

 

વનમાં મારે વાંસ બનીને પવનની સાથે રમવું છે;

પોલાં થઈને હવાની સાથે ગીત જીવનનું ગાવું છે;

ખેલતાં કાનાને હોઠે બંસી થઈને ગુંજવાનો. . .                        નાનકડાં. . .

 

ઊંચા ઊંચા પર્વત છોને ઊપર મારે ચઢવું છે;

સાગરનાં પેટાળે પહોંચી જીવન મોતી વિણવું છે;

મેઘધનુષને ખાંધે ભરવી હું ગગને વિહરવાનો. . .                    નાનકડાં. . .

 

નાનકડો તારક હું છોને ધૃવ સમ અવિચલ રહેવાનો;

અંધારાંમાં પંથ બતાવી ધ્યેય હું તો બતલાવાનો;

તપ વિણ સિદ્ધિ મળતી ના એ વાત જગતમાં કહેવાનો. . .        નાનકડાં. . .

        === ૐ ===

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s