પાઠશાળાનાં પ્રાંગણમાં નાચવું છે.

સામાન્ય

(રાગ – ગીત અનોખું એક ગાવું છે.)

 

પાઠશાળાનાં પ્રાંગણમાં નાચવું છે;

મારે જીવનનાં સંગીતને માણવું છે.

 

ઉપનિષદ ગીતાનું સંગીત રેલાવતી;

વેદોની અસ્મિતા સહુમાં નચાવતી;

ભાવ વર્ષામાં મારે તો નાહવું છે. . .                       પાઠશાળાનાં . . .

 

સંસ્કૃતિને નવલાં વસ્ત્રોથી સજાવતી;

ધર્મ તણો મર્મ સહજ રીતે બતલાવતી;

વાત સાચી જાણીને ધ્યેય પામવો છે. . .               પાઠશાળાનાં . . .

 

પડતાં જીવનને છે એતો ઉઠાવતી;

હારેલાં હૈયાંમાં પ્રાણ એ તો પૂરતી;

મારે જીવનનાં ગૌરવને જાણવું છે. . .                    પાઠશાળાનાં . . .

 

ધર્મ તણી ક્રાંતિનો શંખ એ તો ફૂંકતી,

સંસ્કૃતિનાં ચિન્હોને ઓપ નવો આપતી;

એવી માતાનાં ગૌરવને પૂજવું છે. . .                      પાઠશાળાનાં . . .

        === ૐ ===

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s