દુનિયા આખી પાગલખાનું.

સામાન્ય

દુનિયા આખી પાગલખાનું, પાગલો છે જુદાં જુદાં;

આંખ લાગે બાવરી, ને ચેનચાળા જુદાં જુદાં.

 

ધનને ખાતર દોડતાં, ને ખાવાનું પણ છોડતાં;

નિર્ધનો પણ દોડતાં, ને ધનવાનો પણ દોડતાં;

સ્વપ્નમાં ઝબકીને જાગે, કરે લવારા જુદાં જુદાં. . .                દુનિયા. . .

 

સ્વાર્થને સંતોષવાને, નિજનાં માનવને છળે;

મહેલની ઈચ્છા કરે, પણ જેલ બદલામાં મળે;

લોભિયાઓ સ્વાર્થ ખાતર, કરે તમાશા જુદાં જુદાં. . .            દુનિયા. . .

 

સત્તાની છે ચાહના, ને ના મળ્યાની વેદના;

ગરજે ગર્દભ બાપ લાગે, દિલમાં થાયે રંજ ના;

સિંહાસનનાં સ્થાનો માટે, કરે ભવાડા જુદાં જુદાં. . .             દુનિયા. . .

 

સાથળોને હાથ ઠોકી, પેહલવાનો મ્હાલતાં;

શક્તિથી જગને ડરાવે, ગર્જી ગર્જી નાચતાં;

મારવા ચાહે બીજાને, કરે અખાડા જુદાં જુદાં. . .                    દુનિયા. . .

 

માનવો છે દોડતાં, અરમાન પણ છે દોડતાં;

મળતાં સુખો તરછોડીને; અન્ય માટે દોડતાં;

ગાંડપણનાં ચાળે એ તો, કરે તમાશા જુદાં જુદાં. . .               દુનિયા. . .

        === ૐ ===

આસો વદ બીજ, સં. ૨૦૩૬, શનિવાર. તા. ૨૫-૧૦-૧૯૮૦.

Advertisements

One response »

  1. સત્તાની છે ચાહના, ને ના મળ્યાની વેદના;
    ગરજે ગર્દભ બાપ લાગે, દિલમાં થાયે રંજના;
    સિંહાસનનાં સ્થાનો માટે, કરે ભવાડા જુદાં જુદાં. . .

    🙂

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s