મુંઝવણો ઉકેલશે, ડીવાઈન બ્રેઈન ટ્રસ્ટ.

સામાન્ય

દુ:ખમાં મુંઝાય છે, આ વિશ્વ આખું ત્રસ્ત;

મુંઝવણો ઉકેલશે, ડીવાઈન બ્રેઈન ટ્રસ્ટ.

 

દિવ્યતાની જ્યોતિ જગને ઉજાળશે;

ભવ્યતાની બેઠક પર એ ચઢાવશે;

ભાવથી ભીજવશે એ વિશ્વને સમસ્ત. . .                   મુંઝવણો. . .

 

બુદ્ધિ પૂજાનો મહિમા વધારશે;

સમજીને જીવવાનો પંથ ચીંધશે;

દૂબળા વિચાર બધાં કરશે એ નષ્ટ. . .                       મુંઝવણો. . .

 

ધરવો વિશ્વાસ એવી બુદ્ધિ કરશે;

વેદનાં વિચારોથી એને ભરશે;

તર્ક કુતર્કોનાં મટાડશે અનિષ્ટ. . .                             મુંઝવણો. . .

 

ખીલતાં યૌવનનો શણગાર એ દિસે;

નવલાં યૌવનને એ માર્ગ પણ ચીંધે;

જોમવંત જોબનનું દર્શન છે સ્પષ્ટ. . .                        મુંઝવણો. . .

 

સડતાં સમાજ મહીં ચેતના ભરે;

મરતી સંસ્કૃતિમાં પ્રાણ એ ભરે;

બૂઝાતો ધર્મ દિપ કરશે જ્વલંત. . .                            મુંઝવણો. . .

        === ૐ ===

આસો સુદ તેરસ, સં. ૨૦૩૬, બુધવાર. તા. ૨૨-૧૦-૧૯૮૦

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s