ઓ વ્હાલુડાં માનવી!

સામાન્ય

તમે ત્રણ વાર રામ યાદ રાખજો રે, ઓ વ્હાલુડાં માનવી;

તમે રોજ રોજ રામને સમરજો રે, ઓ વ્હાલુડાં માનવી.

 

    રોજ સવારે ઊઠજો વ્હેલાં;

    હાથનાં દર્શન કરજો પ્હેલાં;

તમે પુરુષાર્થ મહિમાને જાણજો રે, ઓ વ્હાલુડાં માનવી.

 

    રોજ સવારે ન્હાતાં ન્હાતાં;

    ગંગા યમુનાજીને સ્મરતાં;

તમે ઋષિઓનો પ્રેમ યાદ રાખજો, ઓ વ્હાલુડાં માનવી.

 

    રોજ સવારે ઈશને ભજ્યા;

    નબળા સૌ વિચારો ત્યજવા;

તમે ઈશ્વરનાં કામ બધાં કરજોરે, ઓ વ્હાલુડાં માનવી.

 

    રોજ બપોરે ભોજન કરતાં;

    પ્રભુ લોહી લાલ જ કરતાં;

તમે ઈશની કરામતને જાણજો રે, ઓ વ્હાલુડાં માનવી.

 

    રોજ તો રાતે ઊંઘતી વેળા;

    હરિ ચોકી કરતાં ભેળા;

તમે કૃતજ્ઞ ભાવથી પૂજજો રે, ઓ વ્હાલુડાં માનવી.

 

    રામજીને રુદિયામાં ભરવાં;

    પલે પલે એને સ્મરવાં;

તમે જગનાં પિતાનું વ્હાલ પામજો રે, ઓ વ્હાલુડાં માનવી.

        === ૐ ===

કારતક સુદ ચોથ, સં. ૨૦૩૭, બુધવાર. તા. ૧૨-૧૧-૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s