રૂમઝુમતી ખેલંતી આવી દિવાળી.

સામાન્ય

રૂમઝુમતી ખેલંતી આવી દિવાળી;

દિલની અમાસ તો ઉજાળવાને કાળી.

 

મુખડેથી મસ્તીનું હાસ્ય છે વિલાયું;

સોનેરી જીવનનું સ્વપ્નું પિલાયું;

આનંદે સ્નેહ કિરણ બજવે છે તાળી. . .                     રૂમઝુમતી. . .

 

ઘેર ઘેર કજીયા કંકાસ બહુ ગાજતાં;

નાનકડાં આગિયા તો ભડકા થઈ નાચતાં;

ભડકતી આગ બની જ્યોતિ નિરાળી. . .                    રૂમઝુમતી. . .

 

મનડામાં મોહ કેરી મેશ છે છવાઈ;

તન માંહીં આળસની છાયા સમાઈ;

પ્રેરણાની જ્યોતિથી વિકૃતિ બાળી. . .                       રૂમઝુમતી. . .

 

હર દિલમાં ભાવનાની જ્યોતને પ્રજાળવી;

માનવ મંદિરયામાં જઈને પ્રગટાવવી;

ઝગમગતી દિપમાળ લાગે રૂપાળી. . .                        રૂમઝુમતી. . .

 

तम કેરાં અંધકારને જ્યોતિ કાઢશે;

ક્રોધ રૂપી तम ને પણ જગથી નિવારશે;

तमसो मा ज्योतिर्गमय છે સમજાવતી. . .                      રૂમઝુમતી. . .

 

        === ૐ ===

કારતક સુદ છઠ, સં. ૨૦૩૭, શુક્રવાર. તા. ૧૪-૧૧-૧૯૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s