તારલિયા મારે તે આંગણે આવજો.

સામાન્ય

તારલિયા મારે તે આંગણે આવજો;

        મારાં આંગણિયાં શોભાવજો. . .                        તારલિયા. . .

 

ઊંચે ઊંચે આભ મહીં તમે છો ખેલતાં;

બોલાવું તમને પણ સહેજે ના બોલતાં;

        સંતાકૂકડી શીખવાડજો. . .                             તારલિયા. . .

 

મારાં તે બાગ મહીં ફૂલડાંનાં છોડ છે;

ફૂલ થઈને આવો એ મનડાંનાં કોડ છે;

        ઝગમગતાં ફૂલ થઈ ડોલજો. . .                        તારલિયા. . .

 

આવો તો ચાંદાનાં રસને લઈ આવજો;

એનાથી અમ સૌને સ્નેહે નવડાવજો;

        રૂપેરી દેહ આ બનાવજો. . .                             તારલિયા. . .

 

આવશો તો રંગીન પતંગિયાં બોલાવશું;

ભમરાનાં ગીતોની મહેફીલ પણ માણશું;

        આનંદે ગરબા ગવડાવજો. . .                           તારલિયા. . .

 

થૈ’શ હું તો દોરો ને ફૂલડાં તમે થજો;

માળ થઈ ઈશ્વરનાં કંઠ મહીં શોભજો;

        પૂજન કરવાને તમે આવજો. . .                        તારલિયા. . .

        === ૐ ===

કારતક વદ સાતમ, સં. ૨૦૩૭, શુક્રવાર. તા. ૨૮-૧૧-૧૯૮૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s