કોડ બધાં મનનાં મનમાં રહી ગયાં.

સામાન્ય

થવું હતું કૈંક ને કંઇક થઈ ગયાં;

કોડ બધાં મનનાં મનમાં રહી ગયાં;

 

શબ્દ બધાં કાવ્ય થઈ નાચવા મથે;

સૃષ્ટિ મહીંનાં મૌનને એ ગીતમાં ગુંથે;

પણ કારકૂન થઈને અંકો ગણી રહ્યા. . .                               કોડ બધાં. . .

 

સૌંદર્યવતી પત્નીને પામવાં ચહે;

ને કલ્પનાની મૂરતમાં મગ્ન થઈ રહે;

શકુંતલાનાં શમણાં ધૂળમાં મળી ગયાં. . .                              કોડ બધાં. . .

 

સોહામણું છે નિજનું ઘર તો બનાવવું;

ને બાગ ફૂવારાથી એને સજાવવું;

છતથી ટપકે પાણી આંસુ થૈ ગયાં. . .                                    કોડ બધાં. . .

 

ચાહતા’તા ધનનાં માલિક થઈ જવા;

સત્તા અને હુંકારથી સૌને દબાવવા;

પણ શેઠનાં ચરણનાં સેવક બની ગયાં. . .                             કોડ બધાં. . .

 

વાડી અને ગાડી તણાં સ્વપ્નો બહુ દીઠા;

સુખ સાહ્યબી મિનારા મનમાં બહુ કીધાં;

પણ શેઠજીને દ્વારે દરવાન થઈ ગયાં. . .                               કોડ બધાં. . .

 

તૂટેલ સ્વપ્ન કેરાં ભંગારની તળે;

ભારથી બધાં એ દુ:ખથી બહુ બળે;

રડવું હતું ઘણું પણ આંસુ સૂકી ગયાં. . .                                 કોડ બધાં. . .

            === ૐ ===

કારતક વદ બારસ, સં. ૨૦૩૭, બુધવાર. તા. ૩-૧૨-૧૯૮૦.

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s