જોજે જુવાની વગોવાય ના.

સામાન્ય

પ્રભુની કૃપા જાણે થઈ છે, જવાની;

જીવનરસ ને ઉત્સાહની છે, નિશાની;

સમજાય તો તો મહેકતી, જવાની;

નહીં તો છે એળે જવાની, જવાની.

 

જોજે જોજે જુવાની વગોવાય ના;

“પછી કરશું“માં જોબન નો રંગ જાય ના…                       જોજે. . .

 

ચાંદ સમા મુખડાંનાં સવપ્નોમાં રાચતાં;

જુલ્ફાંના વાદળનું ચાતક થઈ નાચતાં;

સ્ત્રૈણ યૌવનથી સંસ્કૃતિ સચવાય ના…                         જોજે. . .

 

મદીરાનાં પાન થકી હોઠો ખરડાયલાં;

મદહોશ થઈ નાચે નયણાં મુંઝવાયલાં;

બની બેહોશ જાગૃતિ વરતાય ના…                                જોજે. . .

 

દેહને યુવાની પણ મનતો ઘરડું થયું;

રોનક ને જુસ્સાનું પાણી ઉતરી ગયું;

ખુદની શક્તિ વિણ ધર્મ કદી સચવાય ના…                   જોજે. . .

 

ભોગોમાં સડતી યુવાનીને દેખતાં;

ધર્મ અને સંસ્કૃતિ આંસુડાં વેરતાં;

મૃત યૌવનથી ઈતિહાસ સર્જાય ના…                            જોજે. . .

    === ૐ ===

મહા સુદ ત્રીજ, સં. ૨૦૩૭, શનિવાર. તા. ૭-૨-૮૧.

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s