નથી ટોળું, આ જાય છે વયસ્થ સંચલન.

સામાન્ય

(રાગ- મારે સૂતેલાં દિલને જગાડવું છે…)

 

કેવું શોભે છે, નાચતું યૌવન ઉપવન;

નથી ટોળું, આ જાય છે વયસ્થ સંચલન.

 

વ્યોમને પકડવાનાં એનાં અરમાન છે;

સાગરને બાંધવાની એનાંમાં હામ છે;

કરે શમણાંને સાકારીત એવું યૌવન…                           નથી. . .

 

કંપશે ભૂકંપો પણ યૌવન ના કાંપશે;

ગર્જશે ગગન તો એને પડકારશે;

કરે લાચારી એનાં ચરણોમાં નમન…                             નથી. . .

 

લાગણી છે દિલમાં ના માંગણીને સ્થાન છે;

લાચારી લાલચ ના એનાં મહેમાન છે;

આત્મ ગૌરવ જીવનમાં કરે છે નર્તન…                           નથી. . .

 

ભક્તિની શક્તિની એમાં તાકાત છે;

ભાવનાની શિસ્ત તણું એમાં સામ્રાજ્ય છે;

જુઓ અસ્મિતા એનું કરે છે પૂજન…                               નથી. . .

 

કૃતજ્ઞતાથી પ્રભુને છે પૂજવા;

હિંમતથી સંસ્કૃતિ ધર્મને છે માનવાં

એવા વીરોનું આ છે અનોખુ સંગઠન…                            નથી. . .

    ===ૐ===

પોષ વદ ત્રીજ, સં. ૨૦૩૭, શુક્રવાર. તા. ૨૩-૧-૮૧.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s