જોઈ નર્મદા તીરે વયસ્થ સંચલન.

સામાન્ય

(રાગ- ધમ ધમી રહી ધરા, ગર્જી રહ્યું ગગન… )

 

નાચતાં આનંદથી ધરા અને ગગન,

જોઈ નર્મદા તીરે વયસ્થ સંચલન.

 

ભૃગુ ઋષિના તપનું સ્થાન તે જ આ ભૂમિ,

ઘૂમ્રસેર ધર્મયજ્ઞની જગે ઘૂમી,

ભૃગુઋષિનું સોણલું ફળ્યું થઈ સઘન…           જોઈ …

 

ઋષિ મુનિ તપસ્વીઓની પુણ્યમય ભૂમિ,

પરિક્રમા પ્રભુ વિચારની અહીં ઘૂમી,

સંસ્કૃતિ ને ધર્મનું થતું રહયું ભ્રમણ…              જોઈ …

 

ગ્રામવાસી ને વળી વનવાસી આવીયા,

હોંશથી નગરજનો બધાંય આવીયા,

આહુતિ થઈ જલાવશે આ સંસ્કૃતિ હવન…       જોઈ …

 

લાચાર માનવીને અસ્મિતા પિવાડવી,

ગમગીની કાઢી હર્ષ છોળને ઉરાડવી,

ભેદભાવનું તો વિશ્વથી થશે દહન…                જોઈ …

 

યુગો જૂનાં અંધારાને મશાલ બાળતી,

વિકૃતિઓ તો માનવીની એ છે કાઢતી,

યુવાની ગુંજતી રહી છે શૌર્યનું કવન…             જોઈ …

 

પાંડુરંગ વિશ્વની પરિક્રમા કરે,

યુવાન દિલ મહીં એ ક્રાંતિનાદ થઈ ઘુમે,

નૂતન વિચારનું જગે કર્યું છે સંક્રમણ…             જોઈ …

    ===ૐ===

પોષ સુદ પાંચમ, સં. ૨૦૩૮, ગુરુવાર. તા. ૩૧-૧૨-૮૧.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s