ઓક્ટોબર4 ગીતા યોગેશ્વર લઈ સાથમાં. Posted on ઓક્ટોબર 4, 2013 by પ્રા. દિનેશ પાઠક સામાન્ય ગૌરવનાં ગીતો ગજાવવાં જી રે, હીનતાનાં પાપોને બાળવાં જી રે, શ્રદ્ધાનું ગાવું છે ગાન, ગીતા યોગેશ્વર લઈ સાથમાં. નિજનાં ગૌરવને પિછાણવું જી રે, ઈશનો છું અંશ એમ માનવું જી રે, ખુદની શક્તિનું ધરી જ્ઞાન… ગીતા… માનવનું ગૌરવ વધારવું જી રે, સદગુણનું દર્શન તો પામવું જી રે, છોડીને મિથ્યા અભિમાન… ગીતા… સૃષ્ટિ ગૌરવ ગીત ગુંજવું જી રે, ઈશનું સંગીત ત્યાંથી સુણવું જી રે, કરવું નિર્દોષતાનું સ્નાન… ગીતા… ઈશનું ગૌરવ દિલે રાખવું જી રે, સંસ્કૃતિનું સ્નેહપાન માણવું જી રે જાળવવું એનું સન્માન… ગીતા… પાંડુરંગ સઘળું સમજાવતાં જી રે, અસ્મિતા ગૌરવ શીખવાડતા રે, શીખવાડે જીવનનાં પાઠ… ગીતા… === ૐ=== પોષ વદ બીજ, સં. ૨૦૩૮, સોમવાર. તા. ૧૧-૧-૧૯૮૨. Share this:PrintEmailTwitterFacebookવોટ્સેપTumblrMorePinterestLike this:Like Loading... Related
ભક્તિ ભાવનું અનેરું મંદિર એટલે જ મનન અને કવન ને જ્યાં શ્રી દિનેશ પાઠક ત્યાં જ પ્રભુ યોગેશ્વર્ની બેઠક Reply ↓
ભક્તિ ભાવનું અનેરું મંદિર એટલે જ મનન અને કવન
ને
જ્યાં શ્રી દિનેશ પાઠક ત્યાં જ પ્રભુ યોગેશ્વર્ની બેઠક
આ સન્માન માટે આભાર પણ હું તો કેવળ પ્રભુ સેવા કરું છું.