ક્ષણ ક્ષણને માળ મણકે હું કાળ ફેરવું છું.

સામાન્ય

ક્ષણ ક્ષણને માળ મણકે હું કાળ ફેરવું છું,

આવી મળેલી ક્ષણને પૂરે પૂરી જીવું છું.

 

દુ:ખ દર્દની સવારી મુજને કદી સતાવે,

હું ચુંબન થઈને એના ચહેરે રમ્યા કરું છું…               ક્ષણ ક્ષણને …

 

કંટકનાં આસનો દઈ સ્વાગત જો થાય મારું,

તો કંટકોની વચ્ચે હું પુષ્પ થઈ ખીલું છું…                ક્ષણ ક્ષણને …

 

પુરુષાર્થ કે નસીબનો ઝગડો નથી હું કરતો,

હાથે પડેલ નકશો સાકાર હું કરું છું…                     ક્ષણ ક્ષણને …

 

મુજને ફિકર નથી કૈં છો કહેતાં સ્વપ્ન દ્રષ્ટા,

પ્રેરક મધુર સ્વપ્નો નો સ્વાદ હું લઉં છું…                ક્ષણ ક્ષણને …

 

સૌંદર્યને પ્રભુ જો ચાહે પ્રગટ થવાને,

હું યોગ્ય પાત્ર થાવાને પેરવી કરું છું…                    ક્ષણ ક્ષણને …

        ===ૐ===

પોષ વદ દસમ,  સં. ૨૦૩૮, મંગળવાર. તા. ૧૯-૧-૮૨.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s