પ્રભુની પાસ જાય રડતી આ ધરતી.

સામાન્ય

(રાગ- કેસરીયા સેલડી વાવી મથુરીયે… – લોકગીત )

 

પ્રભુની પાસ જાય રડતી આ ધરતી,

    પ્રભુની પાસ જાય રડતી રે લોલ,

 

ખાય મને કલજગ બચાવો ઓ રામજી,

    પ્રભુને દલડાં બતાવતી રે લોલ.

 

જોબનીયું જોમવનું થૈ’ને એ ખેંખલું,

    મારગડે ભટકાતું નાચતું રે લોલ,

 

સસ્તી છે વાત્યું ને સસ્તાં છે કામ એનાં,

    જનમીને માંને વગોવતું રે લોલ.

 

ધરમી ને કાળો કેર પાપીને ઘેર લ્હેર,

    ‘અંધેરી’ રાજ બધે ચાલતું રે લોલ,

 

ખોટા ધરમ વળી ખોટાં કરમ છે,

    જુઠ્ઠાણું જગમાં પૂજાતું રે લોલ.

 

દિવાળી રુસણું લઈને બેઠી છે ને,

    હોળી તો ઘેર ઘેર હળગે રે લોલ,

 

મોઢાં મલકતાં ને હૈયાં છે દાઝતાં,

    હોય નહીં એવું બતાવે રે લોલ.

 

ભણતરને નામે ભોપાળું છે ચાલતું,

    ભીત્યું ભૂલે છે ભણેલાં રે લોલ,

 

ભાવ પ્રેમ ભૂલીને મદમાં છે રાચતા,

    એકલ પેટૂડા થૈ જીવતા  રે લોલ.

 

ભૂલાણાં વેદ અને ગીતા મલકથી,

    ઉપકારો સૌના ભીલાણાં રે લોલ,

 

સંતોએ કીધેલી વાત્યું ભૂલાઈ ગઈ,

    ભૂલાણી પ્રભુની યાદી  રે લોલ.

 

પ્રભુની પાસ આજ હરખે આ ધરતી,

    પ્રભુની પાસ આજ હરખે  રે લોલ,

 

આહુંડા આજ મારાં સંત એક લુછતો,

    તેથી હું તો હરખાણી  રે લોલ.

 

ગામ ગામ ઠામ ઠામ ઘર ઘર ને ધામ ધામ,

    પ્રભુની વાત્યું ફેલાણી  રે લોલ,

 

સ્વાધ્યાયના મંતરથી માણસ બદલીયો,

    માણસને ભાવ થકી બાંધીયો  રે લોલ.

 

ગીતાના લ્હેંકાથી જનને જગાડીયો,

    જોબનમાં જામે ફરી શોભીયાં  રે લોલ,

 

ગામ કીધાં ગોકુળીયાં ઘરને તીરથ કીધાં,

    પાંડુરંગ જગને જગાડતાં  રે લોલ.

    ===ૐ===

ભાદરવા વદ સાતમ, સં. ૨૦૩૮, શુક્રવાર. તા. ૧૦-૯-૮૨.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s