જીવન ફૂલ.

સામાન્ય

ખીલતાં ખીલતાં જાય, જીવન ફૂલ ખીલતાં ખીલતાં જાય;

ફોરમ ફોરી જાય, જીવન ફૂલ ખીલતાં ખીલતાં જાય.

 

વનિતાની વેણીમાં એ તો જઈ શોભતાં,

કાં તો એ ઠાઠડીએ શબ પર જઈ ઓપતાં,

હાવે ઈશ ચરણે સોહાય. . .                              જીવન ફૂલ. . .

 

ઈર્ષા ને દ્વેષ તણાં કાંટા છો ઊગતાં,

ક્રોધ તણાં જંતુ છો ખાવાને આવતાં,

હસતાં હસતાં જાય. . .                                    જીવન ફૂલ. . .

 

ખીલવું ને ફોરવું એ ઈશનું પ્રદાન છે,

લાદ્યું છે નિજનું તે વ્હેંચવાનું કામ છે,

જીવન રસ દેતાં જાય. . .                                 જીવન ફૂલ. . .

 

ભેળાં થઈ એકમેક હારમાં ગુંથાતાં,

છોને જુદાં જુદાં ભાવે બંધાતાં,

કંઠે ઈશનાં એ સોહાય. . .                                જીવન ફૂલ. . .

 

વૈદિક વિચારોનું ખાતર છે નાખ્યું,

ગીતા સરવાણીનું પાણી છે આપ્યું,

પાંડુરંગ માળી થાય. . .                                    જીવન ફૂલ. . .

        === ૐ ===

ભાદરવા વદ છઠ, સં. ૨૦૩૮, ગુરુવાર. તા. ૯-૨-૧૯૮૨.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s