યૌવનને બારણે.

સામાન્ય

આવીને ઊભો હું યૌવનને બારણે,

લાગણીએ સત્કાર્યો યૌવનને બારણે.

 

ગમગીની ફાંસી થઈ મુજને ગુંગળાવતી,

મોતને પુકારું હું યૌવનને બારણે.

 

ખુશીઓનાં પુષ્પોની સુરખી ફેલાઈ જતી,

હાસ્યને વધાવતો હું યૌવનને બારણે.

 

કૈંક કરી નાખવું છે એવા વિચાર મહીં,

વાટ જોઈ વાટ ભૂલું યૌવનને બારણે.

 

પોતાનાં શમણાંની ભૂતાવળ નીરખીને,

ખુદનું હું ભૂત જોઉં યૌવનને બારણે.

 

મૂંઝવણનાં જાળામાં જીવન ગુંચવાઈ ગયું,

જીંદગીનો મર્મ ભૂલ્યો યૌવનને બારણે.

 

હાસ્ય અને રુદનના લોલક સમ ડોલતો,

સ્થિર થવા મથતો યૌવનને બારણે.

 

રાહ છે અજાણી ને લાંબી સમજાય નહીં,

રાહબરને ખોળું છું યૌવનને બારણે.

        === ૐ ===

વૈશાખ વદ ત્રીજ, સં. ૨૦૩૯, શનિવાર. તા. ૩૦-૪-૧૯૮૩.

Advertisements

2 responses »

  1. પિંગબેક: યૌવનને બારણે. | mihirISM

  2. ધર્મ-સન્સ્કૃતિ-ગીતા અને હું !!!! જીવન એક ગુચવાયેલ દોરી ની જેમ લાગે જયારે કોઈ સાચી દિશા ના મળે !!!
    હું કોણ તું કોણ બસ એની જ મથામણ!!! તમારા જેવા અનુભવી લોકો એ યુવાનો માટે કઈક કરવું જ રહ્યું એ તમારી ફરજ છે. તેમની મુજવણ તેમના પ્રશ્નો ને આ નિવૃત જીવન દ્વારા ઉકેલવા જોઈએ !!! સ્વાધ્યાય કે કોઈ સંસ્થા ના નામ વગર એક વડીલ તરીકે આપ કઈ કરો એવી વિનંતી .
    મિહિર પાઠક
    મો. ૦ ૮૪૦૧૨૩૩૮૦૯

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s