હું ઈશને ચરણે પડું ને, એ મને શિર પર ધરે.

સામાન્ય

હું ઈશને ચરણે પડું ને, એ મને શિર પર ધરે;

થાયે કદિક મારું પતન, પણ તોય એ અંકે ધરે.

 

રત્નો ભર્યા પેટાળમાં રત્નાકારે તોયે જુવો

ખારાશનાં ફીણને સમંદર ધારતો મોજા પરે…

 

ક્ષણમાં ખરી જાતાં ફૂલો આયુષ્યના ટૂંકા છતાં,

વૃક્ષો બધાં માથે ધરી એનું જતન સ્નેહે કરે…

 

કાળનો અવતાર સર્પો વિશ્વમાં વિષ ઓકતા,

પણ તોય શિવજી વ્હાલથી માથા ઉપર ધરતા ખરે…

 

જ્યાં મેઘનાં વાદળ રમે શી વ્યોમની છે ભવ્યતા,

ના ચીઝ ધુમાડો છે છતાં આકાશને ખોળે રમે…

 

છોને નકામો લાગતો હું વિશ્વ માનવને સદા,

ધારશે ખોળા મહીં જગમાત એ આશા ઉરે…

    ===ૐ===

શ્રાવણ વદ પાંચમ, સં. ૨૦૩૯, રવિવાર. તા. ૨૮-૮-૮૩.

2 responses »

 1. ઇશ્વરનું દરેક સર્જન , લભે પછી તે એક પાંદડુ જ કેમ ના હોય ? તેની ય કિંમત છે..
  નું રસ દર્શન કરાવતી આ પંક્તિઓ બહુ અસર કરી ગઇ…

  ‘‘છોને નકામો લાગતો હું વિશ્વ માનવને સદા,
  ધારશે ખોળા મહીં જગમાત એ આશા ઉરે…’’

  એક રચનાના બેચાર શબ્દો યાદ આવી ગયા

  …દ્વેષની રમતથી અંચઇ કરનારા નઠારો નવાજે,
  આખરે તો, ધબકતું દિલ છે મહીં,
  અહીં લાગણીથી જુએ કોઇ,
  તો લાગણીનો ભભૂકતો ફુવારો છુ,

  આખી રચના @ http://wp.me/pdMeq-7V

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s