આજ એકાદશી.

સામાન્ય

આજ એકાદશી, આજ એકાદશી;

એની દશમથી, હૈયામાં ચિંતા વધી. . .                                આજ. . .

 

કરવું શા’નું ફરાળ? એની યાદી વિશાળ;

મોંઘવારીમાં ખર્ચો, તો લાગે વિકરાળ;

તોયે જો પુણ્ય મળે, તો ના ચિંતા કશી. . .                           આજ. . .

 

દૂધી, કોળું, બટાકા શું ચાલી શકે?

સાબુદાણા કે મોરિયો નભાવી શકે?

એનો કોયડો ઉકેલવામાં, બુદ્ધિ ધસી. . .                             આજ. . .

 

સુરા, પાન કે વિહાર થાય ખોટો વ્યવહાર;

એતો ચાલે, પણ આવે ખાવાનો વિચાર;

તો તો પાપનાં નરક, એને જાતાં ગ્રસી. . .                             આજ. . .

 

તે દિ’ ખાવું ના પ્યાજ, ભલે લેવાતું વ્યાજ;

ભૂખ્યા રહેવું ફરાળ જમી, ધાર્મિક રિવાજ;

એવાં વ્રતથી મેળવવો, વૈકુંઠનો શશી. . .                              આજ. . .

 

ઊગ્યો બારસનો દિન, ચહેરો દેખાયો દીન;

જમ્યા અગિયાર રસ, તેથી પેટ થયું હીન;

આવી અગિયારસ ધર્મને ગઈ છે ચૂસી. . .                            આજ. . .

            === ૐ ===

અષાઠ સુદ બારસ, સં. ૨૦૪૦, મંગળવાર. તા. ૧૦-૭-૧૯૮૪.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s