(हम तो चले जाते भगवन जहां बुलाते …)
વાર વાર ઘડી ઘડી રિઝવે છે શ્યામને,
વાઘરી પ્રભુનો થઈ ખેંચે છે શ્યામને…
વાત વાતમાં હરિની વાણી સમજાવતો,
ઘર ઘરમાં ઈશની કહાણી પોં’ચાડતો,
રીતભાતથી એની મોહે ઘનશ્યામને… વાઘરી…
વાઘ સમી ત્રાડ દીધી દૂષણને મારવા,
ઘર ખૂણે બેઠેલી ભક્તિ રેલાવવા,
રિપુઓને મારીને રીઝવે ભગવાનને… વાઘરી…
વાત્સલ્યે ખુદને ને જગને મહેંકાવતો,
ઘટ ઘટમાં ઈશ્વરની હાજરીને માણતો,
રિબાતાં જનમાં એ નચવતો રામને… વાઘરી…