વસવું હૃદયમાં તારા

સામાન્ય

તારા ચરણમાં મારું સોંપી દીધું છે મસ્તક,

વસવું હૃદયમાં તારા દ્વારે દીધા મેં મસ્તક.

 

વેરાન દિલના રણમાં, તેં સ્નેહ વારી સીંચ્યા;

ઉત્સાહના મધુકર, ત્યાં ભાવગીત ગુંજ્યા;

ઉજ્જડ કીધું તેં ઉજ્જ્વળ, સહુ દર્દનો તું શામક. . .             વસવું. . .

 

આશક બન્યા છે, તારા વિરોધીઓ ય આજે;

મેદાન છોડી ભાગ્યા, તુજ કાર્ય જોઈ લાજે;

વેદો અને ગીતાનો જગમાં બન્યો પ્રવર્તક. . .                  વસવું. . .

 

મનના વિચાર તારા, સાકાર ઈશ કરતો;

ઈચ્છા પૂરી કરી, તુજ નૈવેદ્ય તુજને ધરતો;

કેવું કીધું  તેં કામણ, માધવ કીધો તેં હસ્તક. . .              વસવું. . .

 

સદીઓની પ્રેરણા છે, તારા જીવનના પૃષ્ઠો;

તારા ચીંધેલ રસ્તે, મટતા સકળ અનિષ્ટો;

છે ભવ્યતા ભરેલું, તારા જીવનનું પુસ્તક. . .                  વસવું. . .

 

હરસાલ જન્મદિન તુજ, સૂરજ બની પ્રકાશે;

બીડ્યા હૃદય કમળનો, એ પ્રાણ થઈને આવે;

શી મોહિની ભરી કે, લાગે મધુરું મુક્તક. . .                   વસવું. . .

=== ૐ ===

પ. પૂ, દાદાના જન્મદિવસે (આસો સુદ સાતમ, સં. ૨૦૪૨.) મુંબઈ સન્મુખાનંદ હોલમાં એમની સામે રજુ કર્યું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s