સરસર વહેતો વાયુ.

સામાન્ય

સરસર વહેતો વાયુ, એવું સરતું આયુ;

આયુની આંગળીએ ઝૂલતું, નવલું વ્હાણુ વાયુ.

 

લાગણી કીર્તન કરે, ને સ્નેહ જ્યાં નર્તન કરે;

નવલાં આશા કિરણો લઈને, સૂર્ય અભિવાદન કરે;

મન પંખી મુસ્કાયું, પ્રેમનું ગાણું ગાયું. . .                     આયુની. . .

 

રમતી દુનિયાની સંગાતે, જીંદગી અભિનય કરે;

રમતાં રમતાં રસ રેલવતી, રંગનાં કૂંડાં  ભરે;

જીવન સુમન મુસ્કાયું, ભાવવારી રેલાયુ. . .                આયુની. . .

 

ઉમંગની રેંગોળી મનને આંગણે પૂરાઈ ગઈ;

ઝૂમતી ઉષા કુમકુમ વરણી જોઈને હરખાઈ ગઈ;

નભ આશિષ લઈ આવ્યું, પ્રીત પીયૂષ રેલાવ્યું. . .        આયુની. . .

 

ઝાંઝર ઝમકે, ઘૂઘરી ઘમકે, હૈયું હેલો ગાય છે;

ધર્મની ચૂંદડી ઓઢી, સંસ્કૃતિ વેદનો ગરબો ગાય છે;

ગીત પાંડુરંગ મન ભાવ્યું, જગને એ ગવડાવ્યું. . .          આયુની. . .

=== ૐ ===

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s