યોગેશ્વરની છત્ર છાંયમાં.

સામાન્ય

(राग –  हो जाओ तैयार साथीओ…)

 

યોગેશ્વરની છત્ર છાંયમાં ખીલ્યો આ પરિવાર,

પાંડુરંગી મહેકે રેલ્યો જગમાં ખુશ્બોદાર.

 

ઘરમાં સૂચના પત્ર નહીં,

ત્યાગપત્ર દેવાય નહીં.

મળ્યા સબંધો પ્રભુએ દીધાં,

એનો અંગીકાર…

એનો અંગીકાર ઓ ભાઈ કોઈ નથી તકરાર…               યોગેશ્વરની…

 

બંધારણના બંધ નથી,

કાનૂનની કડવાશ નથી

મળ્યો અહીં હૈયાનો મેળો,

રંજ નહીં તલભાર…

રંજ નહીં ઓ ભાઈ દિલનાં ખુલ્લાં દ્વાર…                       યોગેશ્વરની…

 

અબુધ સબુધ સાથે વસતાં,

ભેદ નહીં ઘરમાં દીસતાં,

મનનો મેળ ઊણપ નીરખે ના,

સ્નેહ ભર્યો સ્વીકાર…

સ્નેહ ભર્યો સ્વીકાર ઓ ભાઈ સૌનો છે સત્કાર…          યોગેશ્વરની…

 

જાતિ ભેદનો ડંખ નહીં,

રંગભેદ નો રંજ નહીં,

છેદ થયો સૌ ભેદોનો અહીં,

દુઃખ નહીં તલભાર…

દુઃખ નહીં તલભાર ઓ ભાઈ ઊગી સુભગ સવાર…        યોગેશ્વરની…

 

वसुधैव कुटुंबकम्‌,

મટ્યું પારકા પણું ને ગમ,

સુખ દુઃખમાં સૌ સાથે રહેવું,

જીવનમાં રણકાર…

જીવનમાં રણકાર ઓ ભાઈ ઉર સંગીત ઝણકાર…         યોગેશ્વરની…

===ૐ===

ચૈત્ર સુદ બારસ, સં. ૨૦૪૪, બુધવાર. તા. ૩૦-૩-૮૮.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s