ईश भक्तिः कर्तव्य।

સામાન્ય

ईश भक्तिः कर्तव्य મારો પ્રાણ બની રહેજો,

ઈશ સ્મૃતિનું મંજુલ ગુંજન મમ હૈયે ગુંજો.

 

દૈવી પલ ઝાંઝર થઈ ઝમકે; ઉર આનંદે ઊભરાતું,

પ્રભુ કાર્યમાં મસ્ત બનીને; મનડું ઘેલું થઈ ગાતું,

કાહનાની ગીતાનો કલરવ; રોમ મહીં રમજો…                   ईश भक्तिः…

 

નૃત્ય બનું હું મીરાં નું; કરતાલ થઉં હું નરસિંહનું,

તુકારામનો અભંગ થઉં; કે નારદ વીણા થઈ રણકું,

સુરદાસ રસખાન તણાં પદ, મુજ દિલથી પ્રગટો…             ईश भक्तिः…

 

હરિયાળો સાળુ ઓઢીને; જોબન રેલે મદમાતી,

વર્ષાનાં અમૃત પી પી ને; સૃષ્ટિ આખી મલકાતી,

હરી ભરી જીવન બગીયા થઈ; ભાવ કુસુમ ખીલજો…        ईश भक्तिः…

 

પાંડુરંગની આશિષ પામી; હું સદભાગી થઈ જાઉં,

કૈંક જન્મનાં પાપ જલે; તેથી નિર્મળ બનતો જાઉં,

કૃતિ ભક્તિને ભાવ ભક્તિનો; મર્મ મને કળજો…             ईश भक्तिः…

===ૐ===

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s