ઝૂમ

સામાન્ય

ઝૂમ તુંં ઝૂમ તુંં ઝૂમ ઝૂમ,

ઝૂમ તું ઝૂમ તું ઝૂમ ઝૂમ.

 

ભરવો શાને જીવન પ્યાલો,

સૌના નોખા નોખા ખ્યાલો.

કોઈ ભરે મદીરાથી એને

તુંં અમૃતને ચૂમ…                       ઝૂમ તુંં…

 

ટમ ટમ ટમકે નયન સિતારા,

કોને ખબર એ કોનાં પ્યારા.

કોક નયન કામાગ્નિ સળગે,

વરસ સ્નેહ કુમકુમ…                   ઝૂમ તુંં…

 

ચરણ કરે વિચરણ કયાં સ્થાને,

મદિરાલય કે મંદિર ધામે.

બેહોશીનું એક વતન ને,

બીજું હોશની ધુન…                    ઝૂમ તુંં…

 

સત નો મારગ સંત બતાવે,

સદ્‌ગુણ આભૂષણથી સજાવે.

અણઘડ છો તુંં – એનો થઈ જા,

એનો થઈને ઘૂમ…                      ઝૂમ તુંં…

 

ચઢે સફળતાને મિનારે,

ભમે સ્નેહ સરીતા કિનારે.

જીવન શિલ્પ ઘડાયે ત્યારે,

ગુંજે ઈશ ગુન ગુન…                   ઝૂમ તુંં…

===ૐ===

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s