મનડાનું મંદિર

સામાન્ય

( રાગ – એક જ અરમાન છે મને . . . )

 

તારા દિલના કિનારા કને,

મારા મનડાનું મંદિર બને,

 

તારી મન ભોમકાથી આવે જે વાયરા,

મારા અંતરમાં ગજાવતા એ ડાયરા,

ખીલે ભક્તિની કળીઓ તને. . .             મારા. . .

 

શબ્દોના સાથિયાની પૂરે રંગોળી,

સુધા ઉલ્લાસની પીલાવે તું ઘોળી,

ઝૂમ્યાં સ્નેહ પુષ્પ દિલના વને. . .          મારા. . .

 

સદગુણનાં શિલ્પોથી આલય સજાવું,

સદવૃત્તિ કેરી હું જાજમ બિછાવું,

ગુંજે ઊર્મિની કોયલ મને. . .                  મારા. . .

 

તારા ઉપકારોની મૂર્તિ બનાવી,

કૃતિ કુસુમ થકી એને સજાવી,

અભિષેક તારી યાદો બને. . .                 મારા. . .

 

નામદેવ ગાતા ને પાંડુરંગ ઝૂમતા,

મીરાંનો સ્નેહ જોઈ શ્યામ વિષ ચૂમતા,

રમે દિલ ‘પાંડુરંગ’ કીર્તને. . .                 મારા. . .

=== ૐ ===

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s