વાંકા ગ્રહો

સામાન્ય

ભાવિના ભેદને તમે છો ઉઘાડતા,

વાંકા ગ્રહોય હોંશે આપને વધાવતા.

 

मामकाः पाण्डवा: વૃત્તિ મટાડો,

“સૌનો હું સૌ મારા” એવું શીખવાડો,

વિચારો વરસાવા વિશ્વે વિચરતા. . .                 વાંકા. . .

 

स्वाध्यायान्मा प्रमदः કેરા મંત્રે,

માનવ સકળ વિશ્વનાને નિમંત્રે,

સ્નેહ સેતુબંધે છો જનગણને જોડતા. . .          વાંકા. . .

 

कृण्वन्तो विश्वं आर्यम ની છે કામના,

સંસ્કાર ભૂલ્યાને દેવાની ચાહના,

વેદના વિચારોથી વેદના મટાડતા,                   વાંકા. . .

 

वसुधैव कुटुम्बकम ધ્યેય પામવું,

હૈયાથી હૈયાની મૂંઝવણને જાણવું,

માનવને માનવની પાસ તેથી દોરતા. . .          વાંકા. . .

 

ईदं न मम કહી કૌશલ ધરાવીએ,

કૃતિ ભક્તિ કુસુમે કા’નને વધાવીએ,

‘પાંડુરંગ’ આપ પાંડુરંગને નચાવતા. . .            વાંકા. . .

=== ૐ ===

અષાઢ સુદ ચૌદસ, સં. ૨૦૪૬, શુક્રવાર, તા. ૬-૭-૧૯૯૦.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s