Monthly Archives: ઓગસ્ટ 2014

સત્યં પરં ધીમહિ

સામાન્ય

ગણેશ ચતુર્થીના પાવન પર્વે મારું શ્રી સત્યનારાયણ વ્રત કથા પર ચિંતન રજૂ કરતી પુસ્તિકા “સત્યં પરં ધીમહિ” અહીં મૂકું છું. આશા છે સૌને પસંદ પડશે. આ પુસ્તક મારાં અન્ય પુસ્તકો સાથે ‘મારાં પુસ્તકો’ વિભાગમાંથી વાંચવા(Download) માટે પણ ઉપલબ્ધ છે.

 

સત્યં પરં ધીમહિ 

વાંચો (Download)

 

પૂ. પાંડુરંગ શાસ્રી આઠવલેએ મને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવાનું સૂચન કર્યું. એમની આજ્ઞાથી મેં એક સ્નેહીજનને ત્યાં કથા કરી અને પૂ. દાદાજીને મારી કથા બહુ ગમી. એમણે મારી કથાની પ્રસંશા  કરી અને કહ્યું કે આવી સરસ સમજણ સાથે કથા ૨૩ વર્ષ પછી સાંભળી. આ પુસ્તકમાં રજૂ થયેલાં વિચારો હું એમને સમર્પિત કરું છું.

Advertisements

ન કેવળ જાણવા ચાહું.

સામાન્ય

જીવનના ભેદ સમજીને, અનુપમ જીંદગી ચાહું;

ન કેવળ જાણવા ચાહું, હું એને માણવા ચાહું.

 

ગમ્યું ભોગો મહીં રમવું અને એમાં જ વિરમવું;

ઉછેરી વાસનાની વેલ એની છાંયમાં રમવું;

હતી વિષ વેલ – બંધાયો, હવે હું છૂટવા ચાહું. . .             ન કેવળ. . .

 

છલકતાં ભાવ નિર્ઝરમાં જીવન નૌકા ચલાવીશ હું;

અમારાં ને પરાયાનાં બધા ભેદો મીટાવીશ હું;

હૃદયનાં પુષ્પ જોડીને, હું માળા ગૂંથવા ચાહું. . .              ન કેવળ. . .

 

નીતિની પીઠ પર જીવન ઇમારત બાંધવી મારે;

ન લાલચમાં એ ફસડાયે તે આખું આયખું તારે;

સ્વમાની તેજ રેખાથી મને શણગારવા ચાહું. . .               ન કેવળ. . .

 

જગત વ્યવહારમાં છે ઝાંઝવાનાં નીર પીવાનાં;

પ્રભુના પ્રેમ અમૃત ધર્મના પંથે જ મળવાનાં;

પ્રવેશી ધર્મ મંદિરમાં, હરિનો સ્નેહરસ યાચું. . .               ન કેવળ. . .

 

કણે કણના નીવાસીની લીલાઓને નીરખવી છે;

સીમાઓ બંધનોથી મુક્ત મારી જાત કરવી છે;

અકળ ઈશ્વર સકળમાં, જે અનુભવ સ્પર્શ હું ચાહું. . .        ન કેવળ. . .

=== ૐ ===

મહા સુદ અગિયારસ, સં. ૨૦૪૭, શનિવાર. તા. ૨૬-૧-૧૯૯૧.

(કાયાવરોહણ તીર્થયાત્રા પ્રસંગે જતાં ભીલાપુર, કાયાવરોહણમાં લખ્યું.)

आओं सैर करे उपवनमें।

સામાન્ય

आओं सैर करे उपवनमें।

एक नये मधुबनमें,

आओं सैर करे उपवनमें।

 

उत्कंठाके बीज बोये हैं,

विचार द्रुमके झुंड झुमे है,

कुतुहलताके पुष्प हृदयसे,

चिंतन गुंजन सुने।              एक. . .

 

पत्थरसा मस्तिष्क बना है,

बर्फीला जड हृदय हुआ है,

आलिंगन उष्माका देकर,

स्नेह जीवन रस जाने।        एक. . .

 

ईर्ष्याकी मधुमक्खी चूभे,

स्नेह सभर मधुकर दिल चुमे,

फिरभी पुष्प खिले मुसकाये,

नाच रहे काननमें।              एक. . .

 

जुगनुके दिपक प्रकटे हैं,

ओस बूंदके स्त्रोत बहे हैं,

युग युगके प्यासे चातक मन,

आओ प्यास बुझाने।           एक. . .

=== ॐ ===

पोष कृष्ण चोथ, सं. २०४७, शुक्रवार। दि. ४-१-१९९१।

ક્યાં સુધી?

સામાન્ય

આપની કરવી પ્રતિક્ષા ક્યાં સુધી?

ઉપેક્ષાઓ સહન કરવી ક્યાં સુધી?

 

અંધાર ચારે કોર છે દિવો જલાવું હું,

બૂઝાવતા રહેશો તમે તે ક્યાં સુધી?

 

તરસ ભાંગો પારકાંની સ્નેહ વારી દૈ,

ટળવળું હું ઘૂંટ કાજે ક્યાં સુધી?

 

રૂપનો શણગાર ધારીને હું ઊભો’તો,

ઊતરી ગયો નીખાર, જોવી રાહ, બોલો ક્યાં સુધી?

 

આપના દીદારને વર્ષો વીતી ગયાં,

ડર રહે દિલમાં કે મારી ઓળખાણો ક્યાં સુધી?

 

કીધી હશે કો ભૂલ તેની ભોગવું સજા,

ક્યારે ફરી મળશો મને હું રાહ જોઉં ક્યાં સુધી?

=== ૐ ===

પોષ વદ ચોથ, સં. ૨૦૪૭, શુક્રવાર. તા. ૪-૧-૧૯૯૧.

પગદંડી

સામાન્ય

(રાગ – જીંદગીના ચોપડામાં સરવાળા માંડજો)

 

ચીલે ચીલે ગાડું એ ગબડાવે જાય છે,

પગદંડી જોઈ નવી ગૂંચવાઈ જાય છે.

 

આદત અદાવતથી જીવન બગાડ્યું,

જઈને અદાલતમાં વેરને વધાર્યું,

કાંટાળા મારગ પણ વ્હાલાં ગણાય છે…        પગદંડી…

 

હાથ ખૂલે લેવામાં દેવાને મૂઠી,

સ્વાર્થ સાધવાને એ વાત કરે જૂઠી,

આડે અવળે પાટે ગાડી લઈ જાય છે…           પગદંડી…

 

પોતે જે માને તે વેદ વાક્ય માને,

બીજાની વાત ખરી ધરતો ના કાને,

જડતાનો દેવ ઊંધે મારગ અથડાય છે…        પગદંડી…

 

નીંદામણ નિંદાનું કરવું ગમે ના,

પીંજણ પંચાત કેરું પડતું મૂકે ના,

દુનિયાનો કાજી થઈ સૌને ભટકાય છે…        પગદંડી…

=== ૐ ===

પોષ વદ પડવો, સં. ૨૦૪૭, મંગળવાર. તા. ૧-૧-૧૯૯૧.

હે વીણા વાદિની!

સામાન્ય

હે વીણા વાદિની વર દે,

વાણીની સરવાણી પણ દે.

 

તારું પુસ્તક મારું મસ્તક,

હો સઘળી વિદ્યાઓ હસ્તક,

તુજ અક્ષરથી અક્ષય પદ દે…               વાણીની…

 

મનની કુંજે વીણા ગુંજે,

હૈયું હરખે ઊર્મિ પૂજે,

રસ ઝરતું જીવન સંગીત દે…              વાણીની…

 

ક્ષણ ક્ષણ ગણતી માળા ફરતી,

દર્શન અભિલાષા વિસ્તરતી,

તુજ પુત્ર ગણી તવ શરણું દે…             વાણીની…

 

હે માત મને તું રાખ કને,

હું મયુર બની લઈ જાઉં તને,

ગમતું સૌંદર્ય તને તે દે…                     વાણીની…

=== ૐ ===

પોષ વદ સાતમ, સં. ૨૦૪૭, સોમવાર. તા. ૭-૧-૧૯૯૦.

કબૂલ.

સામાન્ય

પ્રેમને આંખો નથી હોતી – કબૂલ,

સ્નેહને નાતો નથી હોતી – કબૂલ.

 

ભેદ સાથે ભાવનો સંબંધ શાનો?

ભેદમાં ના ભાવ વસતો – એ કબૂલ.

 

પ્રેમમાં છે ગાંડપણ એની નથી ના,

સ્વાર્થની બદબૂ નથી એમાં – કબૂલ.

 

વિષ પણ અમૃત બને છે પ્રેમને કારણે,

મળતી નથી પ્રેમી મીરાં – એ કબૂલ.

 

હૃદયના ઊંડાણમાં છે પ્રેમનો વાસો,

હોઠથી વહેવાર જન્મે છે – કબૂલ.

 

ક્ષિતિજની સરહદ વટાવે પ્રેમના દરિયા,

ક્ષુદ્ર ભેદો ડૂબતાં એમાં – કબૂલ.

 

ક્રૂરતા ઝગડા થતાં જ્યાં પ્રેમ ગાયબ છે,

પ્રણયની તો ઐક્ય દ્રષ્ટિ છે – કબૂલ.

 

પ્રેમ પણ ઈશ્વર સ્વરૂપ છે એજ કારણસર,

દૂષ્ટમાં પણ ઈશ્વરને જોતો – કબૂલ.

=== ૐ ===

પોષ વદ બીજ, સં. ૨૦૪૫, બુધવાર. તા. ૨-૧-૧૯૯૧.