ઘર તારે આવું નૈ!

સામાન્ય

કૌ’છું એ માને નૈં,

પાછો કે’છે ઘર તારે આવું નૈ,

એતો કે’છે આંગણિયે આવું નૈ.

 

મન પ્રાંગણમાં રાસ રચાયો,

કાનુડાને પણ બોલાવ્યો,

હવે કે’છે નાચું નૈ. . .         પાછો. . .

 

નજરોનું દે જો નજરાણું,

ધન્ય જીવન મારું હું જાણું,

નયન મિલાવે નૈ. . .        પાછો. . .

 

પછવાડેથી આવે પાછો,

આવે ના અણસાર ત્યાં આછો,

હાથ એ લાગે નૈ. . .        પાછો. . .

 

માત યશોદા મર્મ બતાવે,

મન નવનીત કા’નાને ભાવે,

ના પછી કે’શે નૈ

પછી કે’શે ઘરથી હું જાઉં નૈ.

=== ૐ ===

પોષ સુદ પૂનમ, સં ૨૦૪૭, સોમવાર. તા. ૩૧-૧૨-૧૯૯૦.

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s