ન કેવળ જાણવા ચાહું.

સામાન્ય

જીવનના ભેદ સમજીને, અનુપમ જીંદગી ચાહું;

ન કેવળ જાણવા ચાહું, હું એને માણવા ચાહું.

 

ગમ્યું ભોગો મહીં રમવું અને એમાં જ વિરમવું;

ઉછેરી વાસનાની વેલ એની છાંયમાં રમવું;

હતી વિષ વેલ – બંધાયો, હવે હું છૂટવા ચાહું. . .             ન કેવળ. . .

 

છલકતાં ભાવ નિર્ઝરમાં જીવન નૌકા ચલાવીશ હું;

અમારાં ને પરાયાનાં બધા ભેદો મીટાવીશ હું;

હૃદયનાં પુષ્પ જોડીને, હું માળા ગૂંથવા ચાહું. . .              ન કેવળ. . .

 

નીતિની પીઠ પર જીવન ઇમારત બાંધવી મારે;

ન લાલચમાં એ ફસડાયે તે આખું આયખું તારે;

સ્વમાની તેજ રેખાથી મને શણગારવા ચાહું. . .               ન કેવળ. . .

 

જગત વ્યવહારમાં છે ઝાંઝવાનાં નીર પીવાનાં;

પ્રભુના પ્રેમ અમૃત ધર્મના પંથે જ મળવાનાં;

પ્રવેશી ધર્મ મંદિરમાં, હરિનો સ્નેહરસ યાચું. . .               ન કેવળ. . .

 

કણે કણના નીવાસીની લીલાઓને નીરખવી છે;

સીમાઓ બંધનોથી મુક્ત મારી જાત કરવી છે;

અકળ ઈશ્વર સકળમાં, જે અનુભવ સ્પર્શ હું ચાહું. . .        ન કેવળ. . .

=== ૐ ===

મહા સુદ અગિયારસ, સં. ૨૦૪૭, શનિવાર. તા. ૨૬-૧-૧૯૯૧.

(કાયાવરોહણ તીર્થયાત્રા પ્રસંગે જતાં ભીલાપુર, કાયાવરોહણમાં લખ્યું.)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s