Monthly Archives: સપ્ટેમ્બર 2014

નવધા ભક્તિ

સામાન્ય

श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्।

अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥

 

પાંડુરંગ ચરણ વિશ્રામ; તેનો આનંદ આનંદ,

પામ્યો સ્નેહ સભર મુકામ, થાતો આનંદ આનંદ.

 

१ – [श्रवणं – સ્વાધ્યાય કેંદ્ર]

સુણી મીઠી ગીતા વાણી,

મારી જાત મેં પીછાણી,

કીધો મેં ગીતા સ્વાધ્યાય,

માણું આનંદ આનંદ.

 

२ – [कीर्तनं – કૃતિ ભક્તિ, ભક્તિ ફેરી, વિ.]

કૃતિ ભક્તિ પીણું પીધું,

તેથી સાચું કીર્તન કીધું,

જાતો લૈને હરિનું નામ,

થાતો આનંદ આનંદ.

 

३ – [विष्णोः स्मरणं – ભાવ ભક્તિ]

દેતો હું તુજને જાકારો,

તોયે પ્રભુ કરતાં ઉપકારો,

મનડું મુગ્ધ બનીને ગાય,

આજે આનંદ આનંદ.

 

४ – [पादसेवनम् – એકાદશી]

તારાં ચરણોમાં જઈ વસવું,

તુજ ઈચ્છા જેમ વરતવું

સાચી અગિયારસ થઈ જાય,

એનો આનંદ આનંદ.

 

५ – [अर्चनं – સ્વ કૌશલ પ્રદાન]

તારું સર્જેલું શું દેવું?

હું જે પામ્યો તે દઈ દેવું,

આપું કૌશલ શ્રીફળ દાન,

દઉં તો આનંદ આનંદ.

 

६- [वन्दनं – Man closer to man]

હરિ માનવ મન છૂપાયો,

ચાહું જોવા ઈશ પડછાયો,

દૈવી સંબંધો બંધાય,

તેથી આનંદ આનંદ.

 

७ – [दास्यं – ભક્તિ સામાજીક શક્તિ]

પ્રભુ કાર્યે તત્પર રહેવું,

હરિ ચરણે શરણું લેવું,

થાવું સાચા હરિના દાસ,

નાચે આનંદ આનંદ.

 

८ – [सख्यं – Divine brotherhood under the Fatherhood of God]

પ્રભુ ચાહે મૈત્રી એવું,

જીવન હો અર્જુન જેવું,

ખીલે સદ્ગુણ ફૂલનો બાગ,

ત્યારે આનંદ આનંદ.

 

९ – [आत्म निवेदनं – અનુભૂતિ]

ના લેવાનું કંઈ મારે,

કે દેવાનું છે મારે,

જીવ શિવનું મિલન સર્જાય.

=== ૐ ===

જીવન સાધના

સામાન્ય

બાધું પ્રકૃતિથી પ્રીત,

શીખું જીવન સંગીત.

નથી શીખવા હવે કોઈ પાઠ સ્વાર્થના,

કરું સંગીતને શીખવા જીવન સાધના.

 

साગરે સ્મિત વેર્યું; હૃદય છો જલે,

रेતીમાં વ્હાણ ઠેલું; છો વિપદા મલે,

દર્દનો મર્દ જીવન મહીં સ્પર્શના. . .          કરું. . .

 

गગન વ્યાપી રહ્યું; એમ વ્યાપક બનું,

मરુત જેવો છૂપાઈ; હું પોષક બનું,

કરું પૂજા હું સઘળે છૂપી ચેતના. . .         કરું. . .

 

पર્વતે સ્થિરતા ને અડગતા દીધાં,

धરા પાસેથી ધીરજના અમૃત પીધાં,

સ્નેહ સિતારી છેડી કરું વંદના. . .           કરું. . .

 

निશા કહેતી નશો મૂઢતાનો ત્યજો,

વાસનાને ત્યજી વાસુદેવા ભજો,

साર સમજાવે दादा છૂપા મર્મના. . .         કરું. . .

=== ૐ ===

ફાગણ સુદ સાતમ, સં. ૨૦૪૭, ગુરુવાર. તા. ૨૧-૨-૧૯૯૧.

(લકી ફિલ્મ સ્ટુડિઓ હાલોલમાં લખ્યું.)

આવું ભગવાન તારે બારણે.

સામાન્ય

આવું ભગવાન તારે બારણે,

ષડ્રિપુ સોંપવાને કારણે.

 

પ્રેમને કરુણા જો તારા ગુલાબ છે,

કામ ક્રોધ ઈર્ષાના કંટક પણ સાથ છે,

ડંખને ઝૂલાવા સ્નેહ પારણે. . .              આવું. . .

 

કામનાં કુસુમોની માળા બનાવું,

ક્રોધની અગનના હું દિવા જલાવું,

મોહની મોહિની દેવા કારણે. . .             આવું. . .

 

ચરણોમાં દેવો મારે લોભનો ખજાનો,

ફરકાવું ધ્વજ મારાં મદનો મજાનો,

ઈર્ષાનો ધૂપ લાવું શ્યામ રે. . .               આવું. . .

 

દૂર્ગુણો જોઈ મારાં જગ મુજને ડારે,

પાંડુરંગ સમજાવે જાવું ક્યાં મારે,

સ્નેહે લાવ્યા એ તારે પ્રાંગણે. . .            આવું. . .

=== ૐ ===

ફાગણ સુદ પડવો, સં. ૨૦૪૭, શુક્રવાર. તા. ૧૫-૨-૧૯૮૧.

(મ. સ. યુનિવર્સિટી પ્રેસમાં લખ્યું.)

શ્રદ્ધાનો બાગ

સામાન્ય

એક બીજ વાવ્યું’તુ ઈચ્છાની આગમાં,

ફૂલ થૈને ખીલ્યું મારી શ્રદ્ધાના બાગમાં.

 

નયણાંને મ્હેલ એક શમણું સર્જાયું,

ભાંગે તૂટે તોય એને સજાવ્યું,

વાર વાર સરી જતું આવ્યું છે લાગમાં. . .           ફૂલ. . .

 

ગૂંચવાઉં મૂંઝાઉં મનને મનાવું,

આશાની સોડ મહીં એને સુવડાવું,

સંત આગમન થયું કે ઝૂમ્યું એ ફાગમાં. . .         ફૂલ. . .

 

સૂના આવાસ હતાં સૂની અટારીઓ,

રાહ જૂવે દ્વાર અને નીરખે છે બારીઓ,

આંખોની પ્યાસ બૂઝી નાચતી તાનમાં. . .         ફૂલ. . .

 

આશા બંધાઈ હવે યોગેશ્વર આવશે,

પાંડુરંગ સંગ પૂણ્યગંગા વહાવશે,

ઈચ્છાની આગ મટી ગીત ગાય રાગમાં. . .         ફૂલ. . .

=== ૐ ===

મહ વદ પડવો, સં. ૨૦૪૭, ગુરુવાર. તા. ૩૧-૧-૧૯૯૧.

(શ્રી કૃપા સોસાયટી, વાઘોડીયા રોડ પર મંદિર જોવા પૂ. દાદા આવ્યા ત્યારે)