આવું ભગવાન તારે બારણે.

સામાન્ય

આવું ભગવાન તારે બારણે,

ષડ્રિપુ સોંપવાને કારણે.

 

પ્રેમને કરુણા જો તારા ગુલાબ છે,

કામ ક્રોધ ઈર્ષાના કંટક પણ સાથ છે,

ડંખને ઝૂલાવા સ્નેહ પારણે. . .              આવું. . .

 

કામનાં કુસુમોની માળા બનાવું,

ક્રોધની અગનના હું દિવા જલાવું,

મોહની મોહિની દેવા કારણે. . .             આવું. . .

 

ચરણોમાં દેવો મારે લોભનો ખજાનો,

ફરકાવું ધ્વજ મારાં મદનો મજાનો,

ઈર્ષાનો ધૂપ લાવું શ્યામ રે. . .               આવું. . .

 

દૂર્ગુણો જોઈ મારાં જગ મુજને ડારે,

પાંડુરંગ સમજાવે જાવું ક્યાં મારે,

સ્નેહે લાવ્યા એ તારે પ્રાંગણે. . .            આવું. . .

=== ૐ ===

ફાગણ સુદ પડવો, સં. ૨૦૪૭, શુક્રવાર. તા. ૧૫-૨-૧૯૮૧.

(મ. સ. યુનિવર્સિટી પ્રેસમાં લખ્યું.)

Advertisements

One response »

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s