નવધા ભક્તિ

સામાન્ય

श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम्।

अर्चनं वन्दनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥

 

પાંડુરંગ ચરણ વિશ્રામ; તેનો આનંદ આનંદ,

પામ્યો સ્નેહ સભર મુકામ, થાતો આનંદ આનંદ.

 

१ – [श्रवणं – સ્વાધ્યાય કેંદ્ર]

સુણી મીઠી ગીતા વાણી,

મારી જાત મેં પીછાણી,

કીધો મેં ગીતા સ્વાધ્યાય,

માણું આનંદ આનંદ.

 

२ – [कीर्तनं – કૃતિ ભક્તિ, ભક્તિ ફેરી, વિ.]

કૃતિ ભક્તિ પીણું પીધું,

તેથી સાચું કીર્તન કીધું,

જાતો લૈને હરિનું નામ,

થાતો આનંદ આનંદ.

 

३ – [विष्णोः स्मरणं – ભાવ ભક્તિ]

દેતો હું તુજને જાકારો,

તોયે પ્રભુ કરતાં ઉપકારો,

મનડું મુગ્ધ બનીને ગાય,

આજે આનંદ આનંદ.

 

४ – [पादसेवनम् – એકાદશી]

તારાં ચરણોમાં જઈ વસવું,

તુજ ઈચ્છા જેમ વરતવું

સાચી અગિયારસ થઈ જાય,

એનો આનંદ આનંદ.

 

५ – [अर्चनं – સ્વ કૌશલ પ્રદાન]

તારું સર્જેલું શું દેવું?

હું જે પામ્યો તે દઈ દેવું,

આપું કૌશલ શ્રીફળ દાન,

દઉં તો આનંદ આનંદ.

 

६- [वन्दनं – Man closer to man]

હરિ માનવ મન છૂપાયો,

ચાહું જોવા ઈશ પડછાયો,

દૈવી સંબંધો બંધાય,

તેથી આનંદ આનંદ.

 

७ – [दास्यं – ભક્તિ સામાજીક શક્તિ]

પ્રભુ કાર્યે તત્પર રહેવું,

હરિ ચરણે શરણું લેવું,

થાવું સાચા હરિના દાસ,

નાચે આનંદ આનંદ.

 

८ – [सख्यं – Divine brotherhood under the Fatherhood of God]

પ્રભુ ચાહે મૈત્રી એવું,

જીવન હો અર્જુન જેવું,

ખીલે સદ્ગુણ ફૂલનો બાગ,

ત્યારે આનંદ આનંદ.

 

९ – [आत्म निवेदनं – અનુભૂતિ]

ના લેવાનું કંઈ મારે,

કે દેવાનું છે મારે,

જીવ શિવનું મિલન સર્જાય.

=== ૐ ===

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s