શુભ આગમન.

સામાન્ય

મારી પૌત્રી ‘દ્વિજા’ના જન્મને આવકારવા માટે લખેલું ગીત.

 

સ્વાગતમ્  ઓ લાડલી છે સ્વાગતમ્,

સ્વાગતમ્  ઓ વ્હાલડી શુભ આગમન.

 

આવાસ અમ તારો બન્યો તેની ખુશી,

તારી મહેચ્છાઓ બનો સૌની ખુશી,

ઉત્સાહથી છલકાય તારું આગમન. . .         સ્વાગતમ્ . . .

 

તું છે મારી ‘ડાળનું’ રંગીન ફૂલડું,

મ્હેકતું મલકાવતું રંગીન ફૂલડું,

સંસ્કારની છે ખાણ તું તેનું રટણ. . .            સ્વાગતમ્ . . .

 

બહુ મહેચ્છાઓ અમારી છે ઓ બાળા,

તું કરીશ પૂરી ઓ મારી સ્નેહશાળા,

તારું અમારું થાય સ્નેહનું સંક્રમણ. . .         સ્વાગતમ્ . . .

 

અમ ગૃહે વિસ્તાર કર ખુલ્લું ગગન,

સંસ્કાર માર્ગે ઘૂમવા ખુલ્લો ચમન,

સ્નેહને તું જ્ઞાનનાં દેજે નયન. . .                 સ્વાગતમ્ . . .

 

આપણાં ઘરમાં રમે છે શારદા,

વિદ્યા કલા ને કાવ્ય રમતાં સર્વદા,

વારસો તું વધાર કરી શારદા નમન. . .         સ્વાગતમ્ . . .

 

ક્રાંતિ ને શાંતિ સાથમાં છે રાખવાં,

કોઈનાંયે રક્ત ના રેલાવવાં,

ધર્મને સમજીને જીવવાનું કવન. . .             સ્વાગતમ્ . . .

=== ૐ ===

અષાઢ સુદ બારસ, સં ૨૦૭૦, ગુરુવાર. તા. ૧૦-૭-૨૦૧૪.

Advertisements

3 responses »

  1. યુવરાજ ભાઈ, આ નામ મને એક સંસ્કૃત ડિક્ષનરીમાંથી મળી આવ્યું અને દ્વિજ પરથી દ્વિજા નામ પાડ્યું.

    દ્વિજ = દ્વિ (બીજો) + જ (જન્મ) માંથી બનેલો શબ્દ છે એટલે એનો શાબ્દિક અર્થ બીજો જન્મ એવો થાય છે. આપણા શાસ્ત્રોનું એવું માનવું છે કે આપણો પહેલો જન્મ એ કેવળ શારીરીક જન્મ છે જ્યારે આધ્યાત્મ તરફ માનવી પગલાં માંડે ત્યારે તેનો બીજો જન્મ થયો કહેવાય.

    મનુ સ્મૃતિમાં એવું કહેવાયું છે કે મનુષ્ય જન્મથી શુદ્ર હોય છે અને એનાં સંસ્કારો કે જ્ઞાનથી બીજો જન્મ લે છે એટલે સામાન્ય રીતે વિવિધ ગ્રંથોમાં મુખ્યત્વે બ્રાહ્મણોને ‘દ્વિજ’ તરીકે સંબોધાય છે.

    થોડી વિગતો અહીં થી પણ મળી રહેશે – http://en.wikipedia.org/wiki/Dvija.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s