એક જ દે વરદાન

સામાન્ય

એક જ દે વરદાન હરિ હું હસું હસાવું,

માનવના કલ્પાંત સઘળા મારી હટાવું.

 

નટખટ નંદ કિશોરને ભાળું,

હાસ્ય રમે વદને મર્માળું,

નચવે મનના મોર એવું સ્મિત વસાવું. . .             એક જ દે. . .

 

હાસ્ય વડે જન ખૂબ હરખાતાં,

મન મેળાપે બહુ મલકાતા,

હાસ્ય સુધાના જામ તરસ્યા અધરને પાવું. . .        એક જ દે. . .

 

રામ ચહે રમતાં ભક્તોને,

હસતાં ગાતા માનવ ઉરને,

હું પણ એવાં સ્નેહીઓને ગળે લગાવું. . .              એક જ દે. . .

 

હાસ્ય રસાયણ જીવન પોષક,

મનનાં દર્દોનું છે શોશક,

ભેદભાવની વાડ તોડી સ્નેહ વહાવું. . .                એક જ દે. . .

=== ૐ ===

ફાગણ વદ દસમ, સં. ૨૦૪૭, સોમવાર. તા. ૧૧-૩-૧૯૯૧.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s