Monthly Archives: ડિસેમ્બર 2014

હું તો.

સામાન્ય

હું તો ફરવા આવ્યો છું,

સૌને મળવા આવ્યો છુ.

 

ગત જ્ન્મો કેરા સંબંધો,

આ જન્મે બાંધ્યા કંઈ બંધો,

આવકાર ને તિરસ્કારને કળવા આવ્યો છું…                    હું તો. . .

 

ઈચ્છાઓનાં ફાલ્યા જંગલ,

સમજ્યો ફળતા થાશે મંગલ,

ગમા અણગમા સુખ ને દુ:ખ ભોગવવા આવ્યો છું…        હું તો. . .

 

મનનો મહેલ સરસ શણગારું,

વ્હાલાંઓમાં વ્હાલ વધારું.

સ્નેહ કુસુમ ઉપવન ખીલવીને રમવા આવ્યો છું…         હું તો. . .

 

ચમત્કાર આશ્ચર્યો જાણ્યા,

વિધવિધ માનવ જાણ્યા માણ્યા,

સ્નેહસુધામાં સાકાર થઈને ભળવા આવ્યો છું…            હું તો. . .

 

પાછું જાવું નિશ્ચિત મારું,

નીરખવું તેથી જગ પ્યારું,

નાટ્ય નટવરની જોવા ગમવા આવ્યો છું…                    હું તો. . .

=== ૐ ===

ચૈત્ર વદ બીજ, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૮-૪-૧૯૯૩.

Advertisements

આવ સજનવા, મુજને મળવા.

સામાન્ય

આવ સજનવા, મુજને મળવા.

 

છે મતવાલી નયન પીયાલી,

ભરતું પ્યાલી કરતું ખાલી,

હોશ જશે તો હાશ થશે,

કાં ખોટાં જાળાં કળવાં?..            આવ. . .

 

છમાક છમ્મક પાયલ બાજે,

હિરદાના ઘુમ્મટમાં ગાજે,

મનને તખ્તે ઊર્મિ  નાચે,

એ નર્તનને જોવા…                    આવ. . .

 

સહ મહીં છે રાઝ છૂપાયો,

વિરહાનો સંદેશ સમાયો,

વાંચ વાંચ પિયુ મન ભાયો,

બૌ દીધું દિલ બળવા…             આવ. . .

 

મૌન મહીં માધવ તું મળજે,

શબ્દ વિહોણું ગીત સાંભળજો,

જગ ઝંઝાની કરું ઉપેક્ષા,

તુજમાં ચાહું ભળવા…               આવ. . .

=== ૐ ===

પોષ સુદ પડવો, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૨૪-૧૨-૧૯૯૨.

શ્યામ તારા દર્શન.

સામાન્ય

શ્યામ તારા દર્શનની યુગ યુગથી પ્યાસી,

રડતું મન મારું ને રહેતી ઉદાસી.

 

શમણામાં ગૈ મળવા આંખોના ગામમાં,

સ્નેહના કટોરા પીધાં કા’નના મુકામમાં,

લોભાવે મુજને એનાં નયનો વિલાસી…             રડતું મન. . .

 

ગાવડીના વાંસાને હેતે પંપાળે,

હોંસે હું જાઉં તોય સામુ ના ભાળે,

શાને સતાવી મને કરતો નીરાશી…                   રડતું મન. . .

 

યમુના રેલાતી મારાં નયણાંને બારણે,

વિરહના બાણ વાગ્યા એ દુ:ખને કારણે,

છૂપાવા ચાહે નેણ વ્રજના નિવાસી…                 રડતું મન. . .

 

જમુના કિનારે ને મનના મિનારે,

સ્નેહના ફુવારે ને આંસુની ધારે,

શોધ્યો જડે ના વ્હાલો કહાન અવિનાશી…        રડતું મન. . .

 

કાન મહીં કહે કા’ન “મળવા જો આવે,

મનને ઘડૂલે ગીત ગીતાનું લાવે,

રુદિયાને ધામ આવું યુગની પ્યાસી”…              રડતું મન. . .

=== ૐ ===

પોષ સુદ પડવો, સં. ૨૦૪૯, ગુરુવાર. તા. ૨૪-૧૨-૧૯૯૨.

તારા કીર્તિ કળશ ચળકે.

સામાન્ય

કીર્તિ કળશ ચળકે;

તારા કીર્તિ કળશ ચળકે,

પુરસ્કાર પ્રભુ દે;

તારા કીર્તિ કળશ ચળકે.

 

દિલ કરતાં દિલ સાથે વાતો,

બાંધ્યે માનવ માધવ નાતો,

હૃદય વીણા રણકે…             તારા કીર્તિ. . .

 

તન દીધું યોગેશ્વર કાજે,

મન ઘનશ્યામ હૃદયમાં રાચે,

ધન કૃતિનું છલકે…             તારા કીર્તિ. . .

 

કરી કૃતિ ઈશ જેમ છૂપાયો,

કર્મ કીધાં ન જૂવે પડછાયો,

ફોરમ થૈ મહેકે…                 તારા કીર્તિ. . .

 

ધર્મ જ્હાનવી તેં રેલાવી,

સ્થાન સ્થાનમાં તે ફેલાવી,

હરિ હૃદય હરખે…                તારા કીર્તિ. . .

 

દઈ પ્રેરણા ગુણીજનોને,

શ્યામ ઈનામ મોકલે તુજને,

સહુનાં મન મલકે…             તારા કીર્તિ. . .

=== ૐ ===

ચૈત્ર સુદ પાંચમ, સં. ૨૦૪૯, રવિવાર. તા. ૨૮-૩-૧૯૯૩.

મંદિર દીઠું

સામાન્ય

(રાગ – સ્વાધ્યાય દ્રષ્ટિ વિધાયક આપતો રે)

 

મંદિર દીઠું ઘર ઘર ઘૂમતું રે,

એની લાગે ખૂબ નવાઈ…             મંદિર. . .

 

આજ લગી સૌએ મંદિરમાં જતાં રે,

હવે તો પરભુ ઘરઘર જાય…          મંદિર. . .

 

ગામ લોક દેતાં નીત નીત નોતરાં રે,

રામજી મંદિર સાથે જાય…           મંદિર. . .

 

પાપના જાળાં સૌને પીડતા રે,

ક્હાનજી આવતાં દૂર થૈ જાય…    મંદિર. . .

 

આદત ખોટી મનુષને મારતી રે,

ભાગે હરિની હાજરીમાંય…          મંદિર. . .

 

સંપને એકતાના ફૂલ મ્હોરીયા રે,

વેરઝેર વીંછી રગદોળાય…          મંદિર. . .

 

રામજી વનમાં ઝૂંપડે ઘૂમીયા રે,

ભક્તો પૂરે મંદિરમાંય…               મંદિર. . .

 

‘દાદા’ રામને ઘરે ઘરે લૈ જતાં રે,

તેથી હરિ બહુ હરખાય…             મંદિર. . .

=== ૐ ===

પોષ સુદ બારસ, સં. ૨૦૪૯, મંગળવાર. તા. ૫-૧-૧૯૯૩.

New Year…!

સામાન્ય

New Year…!

 

Is the Sun new?

Is the Earth new?

or

The flow of rivers,

And the flavours of the flowers.

 

Full moon’s light beams,

And laughing star-flowers,

Have they bathed

And become new?

No… No… No…

 

The wishes sprang like spring,

The ambitions touched to the mountain.

 

The flow of love from the heart’s cave,

And the inspiring ringing sounds.

 

Which are fresh, bold and life upward taking,

That day is new day gay and singing.

=== ૐ‌ ===

December 1992.

अब मेरो बालम आयो है।

સામાન્ય

चूपके चूपके बतलाऊं सखी,

हिरदेमें फागुन छाया है।

बिरहामें ईतनी रोई थी,

अब मेरो बालम आयो है।        -धृव-

 

रातों की पलको के फूल की,

माला हर रात बनाती थी।

अंसुवन जलसे ताजा रखती,

यादों की मूरत रचती थी।

सांसो की सेजमें बंसी बजी,

अब मेरा साजन आयो है।                बिरहामें. . . १

 

कोकील के  कुहु कुहु गुंजनमें,

मयुरा के मोहक नर्तनमें।

बरखा की मधुरी रिमझिममें,

धडकन की मीठी सरगममें।

सांवरीयाकी पुकार सुनी,

अब मन मुखरीत स्वर आयो है।      बिरहामें. . . २

 

“तु तु मैं मैं” का खेल मिटा,

“तु ही तु ही” का जाप रटा।

ना “तु ही” रहा ना मैं भी रहा,

मुक मिलन का आनंद लूटा।

सारे जग को मैं भूल गई,

अब मेरो माधव आयो है।               बिरहामें. . . ३

=== ॐ‌ ===